________________
શ્રીવલમાન ત મહાસ્ય. શ્રીચંદ્રકુમારને હંમેશના ધાર્મિક કાર્યોમાં-ત્રિકાળ જિનપૂજા, ઉભયટેક આવશ્યક, ત્રણસો સ્વાધ્યાય, એક હજાર નવકારમંત્રનો જાપ અને સાત ક્ષેત્રમાં એક લાખ દ્રવ્ય ખરચવાને નિયમ હતો. અનંતકાયને માવજજીવન ત્યાગ હતું. અને ત્રિકરણ શુદ્ધિએ સમ્યક્ત્વમૂલ બાર વ્રતનું પાલન કરવામાં હર-હંમેશ ઉદ્યમવંત રહેતા હતા.
કેટલેક કાળ વીત્યા બાદ સંયમરંગથી રંગાયેલ શ્રીચન્દ્ર પિતાના પિતા પ્રતાપસિંહ રાજર્ષિના સમાચાર કે પુરુષના મુખથી સાંભળીને પોતે પણ સંયમ રંગના તરંગમાં ઝીલવા લાગ્યો. પરિણામે આ સંસાર ઉપાધિરૂપ ભાસવા લાગ્યું અને તેથી એ ઉપાધિનો ત્યાગ કરીને ઉપાધિ રહિત સંયમ માગે સંચરવાનું મન થયું. એટલું જ નહિ પણ તદનુકૂળ પ્રવૃત્તિના શ્રીગણેશ કરવા માંડ્યા. પ્રથમ તે પોતાના પુત્રને સૌ સૌની એગ્યતાનુસાર રાજ્યના વિભાગે પાડીને સુપ્રત કર્યા અને રાજ્યને તમામ વહીવટ કુશળ મંત્રીઓને સમર્પણ કરી દીક્ષા લેવા માટે ઉજમાળ થયા. પુણ્યવાનને શુભ વિચારોને અમલ કરવામાં વિલંબ લાગતું ન હોવાથી તે જ અવસરમાં વનપાળે આવીને વધામણ આપી કે-પૂર્વભવનું વૃત્તાંત કહેનારા શ્રી ધર્મઘોષસૂરિજી ઉદ્યાનમાં પધાર્યા છે. તે સાંભળીને પિતાના પરિવારને લઈને નગરજનોની સાથે ગુરુમહારાજને વંદન કરવા શ્રીચંદ્રકુમાર ગયા. ગુરુમહારાજે અવસરચિત દેશના આપતાં જણાવ્યું કે –“ આ ગૃહાવાસ છે તે જીવને ફસાવવામાં પાશરૂપ છે, ઇતિ અનર્થકારી કાર્યો કરવામાં મસ્ત છે અને સિયે સંસારસમુદ્રમાં પાષાણની નૌકા સમાન છે” વિગેરે ભાવાર્થની દેશના સાંભળીને અત્યંત વૈરાગ્યવાસિત શ્રી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com