________________
શ્રીચંદ્રના તપણુની પ્રશંસા.
આ રીતે સજ્ઞકથિત ધર્મશાસ્ત્રોદ્વારા તપના પરાક્ષ પ્રભાવ તમને જણાવવામાં આવ્યે છે, પરંતુ પ્રત્યક્ષ પ્રભાવ જોવા હાય તા તે પણ દેખાડી શકાય એમ છે. આવા પ્રકારની ગુરુમહારાજની વાણી સાંભળીને શ્રોતાએ ચમત્કાર પામ્યા, અને પ્રત્યક્ષ પ્રભાવને જોવાની તેમની ઈચ્છા જાણીને સુરીશ્વરજીએ જણાવ્યું કે—આ તમારી શ્રોતાઓની સભામાં જ બેઠેલા બુદ્ધિના આઠ ગુણેાના નિધાન સરખા જે શ્રીચદ્રકુમાર છે, તેમના પ્રભાવ આ પૃથ્વીતળમાં પ્રસરી રહેલા તમે જુએ છે તે આ તપના જ પ્રત્યક્ષ પ્રભાવ છે; ખીજું કાંઇ નથી.
એ શ્રીચંદ્રકુમારનું ચરિત્ર સાંભળીને જગતના મહાપુરુષા પણ આશ્ચર્ય પામ્યા છે, પામે છે અને પામશે. જેણે પૂર્વભવમાં કરેલી તપસ્યાથી વર્તમાનકાલીન જગતને આશ્ચર્યાશ્વિમાં નિમજ્જન કરાવ્યું છે, જે મહાપુરુષે તપસ્યાથી પ્રાપ્ત કરેલા આત્મખળવડે દેવતાઓને પણ દુર્લભ એવી સંપત્તિ મેળવીને અનેક શુભ કાર્યો નિર્વિઘ્રતાથી સાધ્યાં છે. જે કાર્યોંમાં ભયંકર મરણાંત કષ્ટ પ્રાપ્ત થવાના સંભવ હાય તેવા દુષ્ટ કાર્ય ને પણ ક્ષણવારમાં સિદ્ધ કરનાર એવા એ શ્રીચંદ્રકુમારનુ રિત્ર પણ લેાકેાત્તર છે. તે બધાનું મૂળ કારણ જો કાઇ હાય તે તે તેણે કરેલી તપસ્યા જ છે.
ય
તપસ્યાથી પ્રાપ્ત થયેલા પ્રખળ પુણ્યના ઉદયથી જ પ્રતાપસિદ્ધ જેવા પ્રતાપી પિતાને, શીલ-સૌભાગ્યાદિ ગુણાની મૂર્ત્તિસમાન સૂર્ય વતી જેવી માતાને, ખીજના ચંદ્રની જેમ વૃદ્ધિ પામતી કળાના ભંડારરૂપી ચંદ્રકળા જેવી અનેક વને અને અનેકવિધ ગુણના ભંડાર સરખા ગુણચંદ્ર જેવા મિત્રને મેળવવા એ ભાગ્યશાળી થયેા છે. આ બધું સાંભળનારાઓમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com