________________
શ્રી વર્ધમાન તપ મહામ્ય શ્રીચંદ્રકુમાર પણ હવે તે પોતાને ઉદ્દેશીને ગુરુમહારાજે કરેલા કથનને સાંભળી આશ્ચર્ય પામ્યું અને તેણે વિનમ્રભાવે ગુરુમહારાજને પૂછયું કે-હે પૂજ્ય ગુરુદેવ! પૂર્વે મેં એવું કહ્યું મહાન તપ કર્યું તે કૃપા કરીને આપ જણાવે. તે સાંભળીને ગુરુમહારાજે તુરત જ નીચેની ગાથા ગંભીર સ્વરે જણાવી. શ્રીચંદ્રકુમારના છેલ્લા ત્રણ ભવાની સંક્ષિપ્ત સંક્લના.
एस्वयखित्तमि चंदणभवंमि णुद्दियतवस्स महप्पा । अच्चुयइंदो जाओ तह रायाहिरायसिरिचंदो॥१॥
ભાવાર્થ...હે શ્રી ચંદ્રકુમાર ! આ ભવથી પૂર્વે ત્રીજા ભવમાં ઐરાવત ક્ષેત્રમાં તું મનુષ્યપણાને પામ્યો હતો. તે ભવમાં સમ્યકત્વ પામીને તેં આયંબીલ, વર્ધમાન તપનું આરાધન કર્યું હતું. તે તપના પ્રભાવથી ત્યાંથી મૃત્યુ પામીને તું અમ્યુરેંદ્ર થયે. ત્યાં દેવલોકના સુખ ભોગવીને આ ભવમાં તું શ્રીચંદ્ર નામને રાજાધિરાજ થયા છે.
ઉપર પ્રમાણે પિતાના ત્રણ ભવને સંક્ષેપથી સાંભળીને વિસ્તારથી સાંભળવાની જિજ્ઞાસા થવાથી શ્રી ચંદ્રકુમારે ગુરુ મહારાજને જણાવ્યું કે હે કૃપાનાથ! મારા ઉપર કૃપા કરીને મારા ત્રણે ભોનું વૃત્તાંત વિસ્તારથી સંભળાવીને મને અનુગહીત કરે.
ગુરુમહારાજે પણ શ્રી ચંદ્રને તથા બીજા શ્રોતાઓને સંભળાવવાથી ઉપકાર થશે એમ જાણીને શ્રીચંદ્રકુમારની વિનંતિ સ્વીકારી અને તેના ત્રણે ભવેના મુખ્ય મુખ્ય પ્રસંગો નીચે પ્રમાણે જણાવ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com