________________
શ્રીવમાન તા મહાત્મ્ય.
શબ્દાર્થ –હે ભવ્ય પ્રાણિઓ ! તમે તમારી શક્તિ પ્રમાણે ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિને માટે એવું સુંદર તપ કરેા કે જે તપના પ્રભાવથી નીચ કુળમાં જન્મ થતા નથી, રાગા ઉત્પન્ન થતા નથી, અજ્ઞાન રહેતું નથી, દરિદ્રતા આવતી નથી, કાનાથી પરાભવ થતા નથી અને કાઇપણ વસ્તુ દુર્લભ હાઇ શકતી નથી.
આ àાકના વ્યાખ્યાનમાં સૂરીશ્વરજીએ જણાવ્યું કેતપના પ્રભાવ એટલા બધા શક્તિશાળી છે કે.
यद्दरं यद्दुराराध्यं यच्च दूरे व्यवस्थितम् । तत्सर्वं तपसा साध्यं, तपो हि दुरतिक्रमम् ॥ १ ॥ तपः सकललक्ष्मीणां, नियन्त्रणमशृङ्खलम् । दुरितभूतप्रेतानां, रक्षामन्त्री निरक्षरः
॥ ૨ ॥
-
ભાવાથ જે વસ્તુ દૂર છે, જે અત્યંત દુ:ખે કરીને આરાધી શકાય છે અને જે આપણાથી અત્યંત દૂર જ રહેલું હાય છે અર્થાત્ મેળવી શકાય એવું નથી હેાતું તે બધુ દુર્લોભ, સુદુર્લભ અને અતિદુર્લભ હાવા છતાં પણું તપસ્યાવડે તે બધુ મેળવી શકાય છે અર્થાત્ કેઈપણ વસ્તુને પ્રાપ્ત કરવામાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધન તરીકે તપને સ્વીકા રવામાં આવ્યું. ૧
બાહ્ય લક્ષ્મીને તથા અભ્યંતર લક્ષ્મીને કેાઇ પણ જાતના બંધન વગર પણ વશ રાખી શકે એવું જો કાઇ હાય તેા તે તપ જ છે અને દુ:ખ--દરિદ્રતા—દૌર્ભાગ્ય-આધિવ્યાધિ અને ઉપાધિરૂપ દુરિત-ભૂત અને પ્રેતેાથી બચાવનાર પણ જો કોઇ હાય તા તે પણ આ તપ જ અક્ષર વગરના મંત્ર સમાન છે. ૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com