________________
શ્રીચદ્રકુમારનું દેશનાશ્રવણ.
કે આરાધના કરીને સપૂર્ણ ફળની પ્રાપ્તિ કરી હાય તેનું દષ્ટાંત લક્ષ્યમાં રાખવું. આ તપની આરાધનાથી જેનું નામ આઠ સે। ચાવીસી સુધી અમર રહેવાનુ છે તે શ્રીચંદ્રકુમારનું કથાનક વાંચકાની ભાવવૃદ્ધિ અને વીર્યાદાસને વધારવા માટે અહીં સક્ષેપથી આપવામાં આવે છે.
વિજયને સૂચવનારા વાજિંત્રાના નાદથી મણિભૂષણ નામનું વન ગાજી રહ્યુ છે. વનેચરના મુખથી સૂરીશ્વરનું આગમન સાંભળીને શ્રીચંદ્રકુમાર પોતાના મણિચૂડ અને રત્નચૂડ નામના વિદ્યાધરમિત્રાની સાથે અનેક વિદ્યાધરાના પરિવાર સહિત આવી રહ્યો છે. તે અવસરમાં શ્રી ધર્મ ઘેાષસૂરીશ્વરજી પેાતાના વિશાળ સાધુ-પરિવાર સાથે પધારે છે.
સૂરીશ્વરજીના આગમનના સમાચાર સાંભળીને શ્રીચંદ્ગકુમારને દેશનાશ્રવણની અભિલાષા જાગે છે. તેઓશ્રીની સમીપે જઈ વંદન કર્યા પછી અંજલિ જોડીને ઉચિત સ્થાને દેશના સાંભળવાને માટે બેસે છે.
અવસર ઉચિત દેશના આપવાની શરૂઆતમાં સૂરીશ્વરજીની નજર પુણ્યરાશિરૂપ શ્રીચદ્રકુમાર ઉપર પડી. ત્યારપછી સભાને ઉદ્દેશીને સુરીશ્વરજીએ પુષ્કરાવતા ના મેઘસમાન દેશના આપી— शिखरिणीच्छन्दः ।
न नीचैर्जन्म स्यात् प्रभवति न रोगव्यतिकरो, न चाप्यज्ञानत्वं विलसति न दारिद्र्यलसितम् । पराभूतिर्न स्यात् किमपि न दुरापं किल यतस्तदेवेष्टप्राप्तौ कुरुत निजशक्याऽपि सुतपः ॥ १ ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com