________________
શ્રી ચંદ્રકુમારને પ્રથમ પૂર્વભવઃ ચંદન મંત્રીપુત્ર,
પ્રથમ ચંદનને ભવ. આ જંબૂદ્વીપના વિદેહ નામના ક્ષેત્રમાં બૃહણ નામની એક નગરી છે. તે નગરીમાં જયદેવ નામને રાજા હતા. તેને જયાદેવી નામની રાણી હતી. સંસારની લીલાને અનુભવ કરતાં તે રાજારાણને એક પુત્રની પ્રાપ્તિ થઈ. તેનું નરદેવ એવું ગુણનિષ્પન્ન નામ પાડવામાં આવ્યું. તે રાજાને વર્ધન નામે મુખ્ય મંત્રી હતું. તેની સ્ત્રીનું નામ વલ્લભાદેવી હતું. સંસારની લીલાના અનુભવથી મંત્રીને ઘેર ચંદન નામના પુત્રરત્નની પ્રાપ્તિ થઈ. રાજપુત્ર અને મંત્રીપુત્ર સમવયસ્ક હોવાથી અનુક્રમે તે બનેને પરસ્પર ગાઢ મિત્રી થઈ. બાલ્યાવસ્થામાં સાથે જ રમતગમત કરનારા તે બન્નેને એક જ શાળામાં ભણવા મૂક્યા. ત્યાં ભણવા ગણવામાં અને કળાકૌશલ્ય શિખવામાં પણ બન્નેએ સાથે જ રહીને પુરુષની ૭૨ કેળાઓમાં પ્રવીણતા મેળવી. અને અનુક્રમે ભરયૌવન અવસ્થાને પ્રાપ્ત થયા.
આ અવસરે ક્ષિતિપ્રતિષ્ઠિત નામના નગરમાં પ્રજા પાળ રાજાને દેવી નામની પટ્ટરાણી હતી. અને તે રાણીને અશકશ્રી નામની પુત્રી હતી. યુવાવસ્થાને પામેલી પિતાની પુત્રીને માટે પ્રજા પાળ રાજાએ સ્વયંવર મંડપની રચના કરી. ત્યાં રાજપુત્ર નરદેવની સાથે મંત્રિપુત્ર ચંદનનું આગમન થયું. અનેક રાજકુમારની વિદ્યમાનતા છતાં મંત્રીપુત્ર ચંદનના કંઠમાં અશકશ્રીએ વરમાળાનું આરોપણ કર્યું. રાજપુત્ર નરદેવને ઘણે આનંદ થ. તે જોઈને નરદેવની ઉપર પ્રજાપાળ રાજાને ઘણે સ્નેહ ઉત્પન્ન થવાથી પોતાની શ્રીકાંતા નામની ભાણેજીનું નરદેવને વાગ્દાન આપીને પિતાની પુત્રી પરણાવી. પુત્રી અને ભાણેજીના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com