________________
ધનુ સેવન એ જ સારભૂત.
ET
છતાં ચંદનના કાંઈ પણ સમાચાર નહિ મળવાથી તેનું મરણ થયેલું સમજીને સગાંવહાલાંઓએ ઘણા કલ્પાંત કર્યા. અને બધાના આગ્રહથી અશેાકશ્રીએ વિધવાના વેષ ધારણ કર્યાં, પરંતુ તેનું હૃદય તે વાતને કબૂલ કરતુ ન હેાવાથી આવી પડેલા આ મહાસંકટને દૂર કરવા માટે વિશેષ પ્રકારે તપ-જપ કરવા માંડ્યાં. પરિણામે વિદ્મના વાદળા વિખરાઇ જવાથી કાણુપપુરને કાંઠે નિકળેલા ચંદન કરતા કરતા પેાતાને ઘેર આવી પહોંચ્યા. ચક્રનને જોઇને લેાકેા આશ્ચર્ય ચકિત થઈને ખેલવા લાગ્યા કે—ખરેખર ધર્મપરાયણ અશાકશ્રીના ધર્મના પ્રતાપે જ ચ'ન જીવતા રહી શકયા. ચંદનનું આખું કુટુંબ રાજીરાજી થઇ ગયું અને એ રીતે અાકશ્રી પાછી સધવાપણાને પામી.ત્યારપછી કેટલેાક કાળ વીત્યા બાદ નરદેવ રાજા થયા અને ચંદન મહાઅમાત્ય તથા નગરશેઠ થયા. ચંદનના ભવને વિષે શ્રવણ કરેલી વીતરાગ દેશના.
આ અવસરમાં આચાર્ય મહારાજ શ્રી જ્ઞાનસૂરીશ્વરજીનું ત્યાં આગમન થયું. સહકુટુંબ, મંત્રી, સામત અને સરદારને સાથે લઈને રાજા સુરીશ્વરજીના વંદનાર્થે તથા દેશનાશ્રવણાર્થે ગયા. દેશના સાંભળવા માટે પ્રજામાંથી પણ ઘણા જનસમૂહ હાજર થયા. તે અવસરે સૂરીશ્વરજીએ નીચેના ભાવને સ્પર્શતી દેશના આપી.
છાશમાંથી માખણુ, કાદવમાંથી કમળ, સમુદ્રમાંથી અમૃત અને વાંસમાંથી મુક્તાફળ જેમ સારરૂપ છે તેમ મનુષ્યભવમાં ધર્મ સારરૂપ છે. એ જ પ્રમાણે આ સ'સારમાં મનુષ્યપણું સાર છે. મનુષ્યપણામાં કુલીનતા સાર છે. કુલીનતામાં ધર્મિપણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com