________________
શ્રીવમાન તપેધમની વિશિષ્ટતાએ.
સુધી જુઓ, અરે ભાઈ! એ સુગંધીના ટીપામાં કે પાણીના ટીપામાં શું ફેર છે તે હવે નાકથી કાંઈ સમજાતું નથી. શરીરે તેલાદિકનું મર્દન કરાવશે? તે કહેશે કે ચામડીની કરચલી વળી જવાથી સુંવાળું હોય કે ખરબચડું હોય તે બધું મને તે સરખું જ લાગે છે એટલે એવા નકામા ખરચમાં શા માટે પડવું? પરંતુ જે એમ કહેવામાં આવે કે આ ગરમાગરમ ચા, રાબડી અને શીરો તૈયાર છે તો ડેસે તરત કહેશે કેહા લાવે, અર્થાત પર્શન, ઘાણ, ચહ્યું અને કર્ણ એ ચારે ઇંદ્રિયને વૃદ્ધાવસ્થાથી અસર થાય છે પરંતુ રસનેંદ્રિયને તે જેમ જેમ મરણ સમીપ આવતું જાય તેમ તેમ જુવાની આવતી જાય છે. આ ઉપરથી બુદ્ધિવાનેએ સમજવાનું એ છે કે
વૃદ્ધાવસ્થામાં છેક મરણ પથારીએ પડેલા મનુષ્યની પણ રસનેંદ્રિય ઘણું જોરદાર હોય છે, તો પછી યુવાન મનુષ્યની રસનેંદ્રિયની બાબતમાં તે કહેવું જ શું ? અને યુવાવસ્થામાં એ રસનેંદ્રિયને વશ કરવી એ કેટલી બધી મુશ્કેલીનું કામ છે?” ખરેખર કહેવું પડશે કે જન્મથી મરણ પર્યત રસનાનું સામ્રાજ્ય નિષ્ફટકપણે વતે છે.
શ્રી વર્ધમાન તપાધર્મની વિશિષ્ટતાએ. ઉપવાસ, છઠ્ઠ અને અક્રમ વિગેરે તપસ્યા કરનારા તપસ્વિઓના અત્તરાયણ અને પારણાને દિવસે કેટલેક ઠેકાણે રસનેંદ્રિયને ઉત્તેજિત કરનાર વિવિધ પદાર્થો તૈયાર કરવાની મોટી ધમાલ જોવામાં આવે છે. તેથી અત્તરવાયણા અને પારણાને દિવસે પણ તપોધર્મ દ્વારા થનારો ફાયદો તપસ્વીઓને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com