________________
૧૨૭
રસનાનું સામ્રાજ્ય. કરી ત્યારે દ્રૌપદીએ છ માસ થોભી જવાનું જણાવ્યું. ત્યાર પછી દ્રૌપદીની તપસ્યાને છ મહિના થવા આવ્યા તે અરસામાં સતી દ્રોપદીની શોધમાં નિકળેલા પાંડવોની સાથે શ્રી કૃષ્ણ અમરકંકામાં આવી પહોંચ્યા અને પોત્તર રાજા સાથે લડાઈ કરીને તેને હરાવ્યું. સતી દ્રૌપદીને લઈને શ્રી કૃષ્ણ તથા પાંડે પિતાપિતાના નગરે પહોંચ્યા. એ રીતે આ આયંબીલતપના પ્રભાવથી સતી દ્રૌપદીએ પિતાની ઈષ્ટસિદ્ધિ મેળવી.
શાસનનાયક પંચમ ગણધર શ્રી સુધર્મ સ્વામીજીના પ્રટ્ટપ્રભાવક શિષ્ય શરમ કેવળી શ્રી જંબુસ્વામીજીના પૂર્વભવની વિચારણા કરતાં, શ્રી ચંદ્રકેવળીના રાસને અને જીવનચરિત્રને નજરે નિહાળતાં, વર્તમાનકાલીન શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ તીર્થના અધિષ્ઠાયક તરીકે પ્રસિદ્ધિને પામેલા શ્રીવર્ધમાનસૂરિજીની જીવનચર્યા તપાસતાં અને ભગવાન શ્રી મહાવીર દેવના ગાઢ અનુરાગી પરમભક્ત શ્રી શ્રેણિક મહારાજાની મહાકૃષ્ણા નામની રાણુએ દીક્ષા લીધા બાદ સાધ્વીપણામાં કરેલી તપશ્ચર્યાને શ્રવણ કરતાં, આયંબીલથી વૃદ્ધિ પામતા શ્રી વર્ધમાનતપે તેઓશ્રીના જીવનને નવપલ્લવિત બનાવવામાં અગ્રેસરપણે ભાગ ભજવ્યો છે એ વલેણાની અંદરના માખણની જેમ તરી આવે છે. આરાધકે આરાધના કરીને આરાધ્ય પદ પ્રાપ્તિની સન્મુખ જઈ શકે એવી બલવત્તર જોગવાઈ આ આયંબીલથી શરૂ થતાં શ્રી વર્ધમાન તપમાં સમાવવામાં આવેલી છે. આથી એ વાત સિદ્ધ જ છે કે આયંબીલની આરાધનાપૂર્વક શ્રીવર્ધમાન તપનું સેવન થઈ શકે છે.
રસનાનું સામ્રાજ્ય. તપોધર્મના આરાધકે શ્રી વર્ધમાનતપની આરાધનાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com