________________
આયંબિલ ને વધમાન તપને અભેદભાવ.
૧૨૫ આ શાસનમાં આયંબીલથી વૃદ્ધિ પામતે “શ્રી વર્ધમાન તપ” શ્રી જિનેશ્વરદેવે પ્રરૂપેલા વિવિધ પ્રકારના તપમાં અગ્રસ્થાને ગણાય છે, એ વાત દષ્ટાંતથી પણ સિદ્ધ થાય છે.
સકલસંકટચૂરક, સકલસહિતપૂરક આ શ્રી વર્ધમાન તપનું સેવન કરીને એ તપના પ્રભાવથી જગદ્વિખ્યાત પાંચ પાંડવોએ યૌવનાવસ્થા પામીને અડગ પ્રતિજ્ઞાપાલન કરી અતુલ બલ અને જસ્વિતા પ્રાપ્ત કરી હતી.
આ તપની બાબતમાં તપાગચ્છીય સુપ્રસિદ્ધ કવીશ્વર પંન્યાસ શ્રી પદ્મવિજયજીના સુવિનેય કવિવર શ્રી રૂપવિજયજી ગણી સ્વરચિત વાસસ્થાનકની પૂજામાં શ્રી તપદની પૂજામાં જણાવે
વર્ધમાનતપ પૂરવભવ કરી પાંડવ જયકમલા વરીએજી” તેવી જ રીતે શ્રી વર્ધમાન તપના અંગભૂત આચા (આયંબીલ) તપ ઉપરાઉપરી કરીને સતી સુંદરીએ અને સતી દ્રૌપદીએ ઈચ્છિત કાર્યની સિદ્ધિ કરી હતી તે બન્નેના પ્રસંગે સંક્ષેપથી અનુક્રમે આ પ્રમાણે છે.
આ અવસર્પિણીના આદ્ય તીર્થકર ભગવાન શ્રી રાષભદેવે દીક્ષા લીધા પછી પ્રભુની પ્રેમાળ પુત્રી સુંદરીના રૂપ-લાવણ્ય તથા કળા-કૌશલ્ય દેખીને તેને સ્ત્રીરત્ન બનાવવાની ઈચ્છા ભરત મહારાજાને થઈ. છ ખંડની સાધના કરવા માટે ભરત મહારાજા જ્યારે અયોધ્યામાંથી પ્રયાણ કરવા લાગ્યા ત્યાર સંસારથી ઉદ્વિગ્ન થઈ વૈરાગ્યને પામેલી સુંદરીએ દીક્ષાની રજા માંગી, પરંતુ તેને સ્ત્રીરત્ન કરવાની ભાવનાવાળા ભરત
૧ ૫. શ્રી રૂપવિજયજીકૃત વીશસ્થાનક પદપૂજા. તપપદ પૂજ, ગાથા : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com