________________
આયંબિલનો અભિનવ પ્રભાવ.
પણ વર્તમાનકાલીન તપસ્વીઓના વિલાસને વધારવામાં તે બને પ્રસંગે અપૂર્વ સહાયતા કર્યા જ કરે છે.
ચમકેવલિ શ્રી જંબુસ્વામીજીએ શિવકુમારના ભાવમાં બાર વર્ષ સુધી આયંબીલ કર્યા અને આ ભવમાં અંતિમ કેવળી થઈ સિદ્ધિ પદને પામ્યા. સતી સુંદરી અને શ્રી જંબુ સ્વામીજીના સંબંધમાં તપકુલકના કર્તા જણાવે છે કેसुणिऊण तव सुंदरिकुमरीए अंबिलाणि अणवस्यं । सद्धिं वास सहस्सा, भण कस्स न कंपए हिययं ॥१५॥ जं विहिअमंबिलतवं, बारस-वरिसाइं सिवकुमारेण । તં કપુકવું, વિઠ્ઠો ળિયો વાયા છે ૨૬ !
ભાવાર્થ-સાઠ હજાર વર્ષ સુધી નિરંતર આયંબીલની ઘેર તપસ્યા કરનારી સતી સુંદરીના જીવનને સાંભળીને કહે જોઈએ કોનું હૃદય કંપતું નથી? અર્થાત સાંભળનારા સર્વેનું હૃદય કંપાયમાન થયા વિના રહેતું નથી. ૧૫
શિવકુમારના ભવમાં બાર વર્ષ સુધી આયંબીલ કરનાર જબૂસ્વામીજીના રૂપને સમવસરણમાં દેખીને કેણિક રાજા ખૂબ આશ્ચર્ય પામી ગયે. ૧૬
આ ઉપરથી આયંબીલની તપસ્યા છે તે આ લેક તથા પરલેકની સંપદાને પ્રાપ્ત કરાવવામાં અદ્વિતીય સાધનરૂપ છે. એટલા માટે આયંબીલથી વૃદ્ધિ પામતા શ્રી વર્ધમાનત૫ કરવાની ભાવના રાખીને આત્મકલ્યાણ કરવાનો પ્રયત્ન કરનારા પ્રત્યેક ભવ્યજીએ આયંબીલની તપસ્યા કરવામાં જેમ બને તેમ વિશેષ પ્રયત્ન કરવાની આવશ્યકતા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com