________________
આયંબીલને અભિનવ પ્રભાવ. ટકી રહે તેટલા પૂરતે તેને સુખ-સુકે આહાર આપવામાં સાવધાની રાખવી. એ શરીરરૂપી ડાકુએ લાડ આપીને આત્મારૂપી બાળકની અમૂલ્ય સંપત્તિરૂપ કલ્લી કાઢી લેવા સરખું કામ પૂર્વે ઘણી વાર કર્યું છે. હવે એ શરીરને લુખે – સુકે આહાર આપી એની મારફત કલ્લી કરતાં ક્રોડેગુણ કિંમતી ચીજો પ્રાપ્ત કરી શકે તે જ તમારી ખરી બહાદૂરી ગણાય.
શરીરને ટકાવ પૂરતું લુપુંસુકું અન્નાદિ આપવું તેનું જ નામ આયંબીલ. ચતુર આત્મા એ આયંબીલની તપસ્યા કરવામાં સાવધાન રહી, આશ્રવના દ્વારને બંધ કરી સંવરભાવમાં આગળ વધીને પોતાના ગલી-કુંચી જેવા મોક્ષમાર્ગને પણ રાજમાર્ગ જેવો બનાવી શકે ત્યારે જ માનવજીવન સફળ થઈ શકે એમ છે.
આહાર, શરીર અને આત્માના પરસ્પર વર્તમાનકાલીન સંબંધને અને ભૂતકાળમાં થયેલા પૂર્વભવેના સંબંધને વિચારીને, બાળચેષ્ટાઓ છેડીને આત્માએ માલીક બની શરીરને ગુમાસ્તા બનાવી, તેની પાસે ગ્ય તપસ્યા કરાવી પિતાને અનંત ચતુષ્કરૂપ ખજાને પ્રાપ્ત કરવામાં લેશ પણ પ્રમાદ કરવાને નથી, એ દરેક વાંચકે દઢ નિશ્ચય કરે જ જોઈએ.
આયંબીલને અભિનવ પ્રભાવ. અનાદિકાળથી કર્મના બંધનથી બંધાયેલા આત્માને તે બંધનથી મુક્ત કરવા માટે, આત્મ-કલ્યાણની સાચી સેવન માટે, મન, વચન અને કાયાની વિશુદ્ધિ માટે, બ્રહ્મચર્યના રક્ષણ માટે, ઇંદ્રિયોના વિષય-વિકારને જીતવા માટે, વિવિધ પ્રકારની ઈચ્છાઓ ઉપર અંકુશ રાખવા માટે અને સર્વસંવરમાં પ્રવેશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com