________________
શ્રી વર્ધમાન તપ મહા. ઉપર પ્રમાણે જીવને જીવપણાની માન્યતા થવી એનું જ નામ આત્માથીપણું છે. અને એવા છે જ આબરૂદાર ગણાય. પિતાની બહુમૂલ્ય મિલ્કત ગિરવી મુકાયેલી હોય તેને છોડવવાને કાંઈ પણ પ્રયત્ન કર્યા વિના ખાન-પાન અને મેજમઝામાં તાગડધીન્ના કરનારાઓને તે દેવાળીઆ જ કહી શકાય અને દેવાળીઆ જેવી સ્થિતિ આ આત્માની થયેલી છે.
આબરૂદાર બનવા માટે અને ગિરવી માલ (અનંત ચતુષ્ક ખજાને) છોડવવાને માટે લખું-સુકું ખાવું એનું જ નામ આયંબીલ છે. પરમકૃપાળુ મહાત્માઓએ આપણું ઉદ્ધાર માટે આયંબીલથી વૃદ્ધિ પામતા શ્રી વર્ધમાન તપની ચેજના કરી છે માટે એવા આત્મહિતકારક શ્રી વર્ધમાન તપની આરાધના કરીને અનંત ચતુષ્કરૂપ ગિરવી મુકાયેલી આત્મસંપત્તિને પ્રાપ્ત કરવાને સૌથી પહેલાં દઢ નિશ્ચય કર જોઈએ. અને ત્યારપછી યથાશક્તિ તેની આરાધના કરવી જોઈએ.
સિદ્ધભગવંતની સમાન કક્ષાવાળે આ જીવ આવો પામર કેમ બની ગયું છે? તેને વિચાર કરે. સિદ્ધપરમાત્માઓની સકળ સંપત્તિઓમાં અણાહારીપણુરૂપ સંપત્તિની પ્રાપ્તિ દરેક સિહોને સૌથી પહેલાં થાય છે. અણહારીપણાને અનુસર્યા વિના કેઈ પણ જીવ સિદ્ધ થયે નથી, થતું નથી અને થશે પણ નહિ. એ અણહારીપણાને સન્મુખ-નિકટ લાવનારી તપસ્યા તે આયંબીલ છે. એ અણહારીપણાના વારંવાર આસ્વાદનું ભાન વારંવાર આયંબીલ કરવાથી થાય છે. આહારના સર્વથા અભાવથી શરીર ટકી શકતું ન હોવાથી તેને પ્રમાણ સર લુખ-સુકો આહાર આપવામાં આવે તે ટકી શકે છે. આત્માએ પિતાનું હિત સાધી લેવાનું હોવાથી શરીર માત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com