________________
182
શ્રીવ માન તો મહાત્મ્ય
કરવા માટે પ્રભુ મહાવીરે તપસ્યાને અનુપમ સાધન તરીકે જણાવી છે.
આ આત્માના એવા એક પણ ભવ ગયા નથી કે જે ભવની અંદર આત્માએ શરીરના ગુલામ બનીને શરીરની તન્મયપણે સેવા ન કરી હેાય. આહાર-શરીર-ઇંદ્રિયા અને આત્માના સ્વરૂપને સમજ્યા પછી એવા કયા કમનસીખ આત્મા હાય કે આત્મસાધન કરવા કટિબદ્ધ ન થાય. ત્યાગ અને ભાગના ભેદ હૃદયપટ પર નિશ્ચિતપણે અ ંકિત થઈ જાય છે ત્યારે વિનાશી પદાર્થની સેવા છાડીને આત્મકલ્યાણના અમેાઘ સાધનરૂપ દેવ, ગુરુ અને ધર્મની ઉપાસના કરવામાં જીવ તત્પર બને છે. આ તત્ત્વત્રયીની ઉપાસના કરતાં કરતાં શરીરને સાવધાનીપૂર્વક કઇ રીતે છેડવું ? છેાડ્યા પછી શરીરની ગુલામી ન રહે તેવી રીતે છેડવાના શિક્ષણની શરૂ આત આયંબીલની તપસ્યાથી થાય છે. જેમ જેમ વધારે આયંબીલેા કરવાની ટેવ પડે છે, સરસ આહારને બદલે લુખા સુકા આહારનું આસ્વાદન થાય છે, આ આસ્વાદનના ત્યાગ કરીને રત્નત્રયીનું વાસ્તવિક આસ્વાદન કરવાનું મન થયા કરે છે ત્યારે આયંબીલ કરનારને આયંબીલ તપનું વાસ્તવિક ફળ પ્રાપ્ત થાય છે.
આયંબીલ તપનું આરાધન કરવામાં ભરત ચક્રવતીની ભાગ્યશાળી ભગિની સતી સુંદરીએ ૬૦૦૦૦ વર્ષ સુધી જીવન સમર્પણ કર્યું. શાસનના પ્રારંભમાં નિગ્રંથ નામની શરુઆત પછી અનુક્રમે છઠ્ઠા ગુણનિષ્પન્ન તપા નામની પ્રાપ્તિ કરનાર– કરાવનાર શ્રી જગચ્ચદ્રસૂરીશ્વરજીએ યાવજ્જીવ આયંબીલની તપસ્યા કરી. અદ્વિતીય અનુકરણીય હૃષ્ટાંતરૂપ થઈને આજે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com