________________
૧૩૦
શ્રી વર્ધમાન તપે મહાભ્ય જેવો જોઈએ તે મળી શક્તા નથી તથા તપસ્વીઓ અને તધર્મની અનુમોદના કરનારાઓમાંથી કેટલાક છ તપધર્મના અંતિમ રહસ્યને વેર-વિખેર કરવાના સાધન-સામગ્રીએમાં સેંસરા ઉતરી જાય છે, એ બીના ભૂલવા જેવી નથી.
શરીર અને આત્માને નિરાળા રાખવામાં, ત્યાગમાં રહેલા સુખને નિરધાર કરવામાં, લૂખા, સુકા આહારદ્વારા શરીરને પિષણ આપીને તેની પાસે યોગ્ય કામ લેવામાં, શરીર અને આત્માના ભેદજ્ઞાનમાં પાવરધા બનીને વસ્તુનો નિર્ણય કરવામાં અને અનાદિ કાળથી નાશવંત પદાર્થોના માલિક નહિ પણ ગુલામ થઈ રહ્યા છીએ એવી સમજણ આપવામાં આયંબીલ અને આયંબીલથી વૃદ્ધિ પામતે આ વર્ધમાન તપ અમેઘ ફળદાયી છે.
એક જ જિંદગીમાં બીજ, પાંચમ, આઠમ, એકાદશી અને ચૌદશની આરાધનાની તપસ્યાઓ પૂરી થઈ શકે છે. ઉપર જણાવેલી તપસ્યાઓ બે વર્ષે, પાંચ વર્ષે, આઠ વર્ષે, અગીચાર વર્ષે અને ચૌદ વર્ષે પૂરી થવા છતાં તપાધર્મને જે સંસ્કાર આત્મામાં પડવું જોઈએ તે પડી શકતો નથી. આનું વાસ્તવિક કારણ ફક્ત રસનાના પિષણની જોગવાઈમાં મસ્ત બનેલા તપસ્વીઓ પણ તપને મર્મ સમજી શકતા નથી એમ કહેવું અસ્થાને નથી. પાંચમ કે ચૌદશની આરાધના કરનારને પૂછવામાં આવે તો જવાબ એ મળે છે કે–ભાઈ ! આવતી કાલે પાંચમને ઉપવાસ કરવાનું છે તેનું આજે અત્તરવાયણું છે, અથવા કહેશે કે આજે ચૌદશનો ઉપવાસ કર્યો છે તેનું પારણું કાલે થશે. એ પ્રમાણે તપસ્યા કરનારની દષ્ટિ જેટલી અત્તરવાયણ અને પારણું તરફ રહે છે તેટલી તે દૂર રહી
પરંતુ તેનાથી ક્રોડમે હિસ્સે પણ તપોધર્મ દ્વારા કેટલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com