________________
તે બાબતમાં ઘણી જ સાવધાની રાખતા. તેઓ શ્રીમતી શિવશ્રીજી મહારાજની પાસે દશવૈકાલિક સૂત્ર અર્થ સહિત ભણ્યા. તેમાં વિનય-સમાધિ નામનું નવમું અધ્યયન ભણ્યા પછી એમના વિનય ગુણમાં ઘણું જ વધારો થયો. તેમના પરિચયમાં આવનાર હરકેઈને એમ જ લાગે કે તીર્થ શ્રીજી એટલે વિનયગુણે ધારણ કરેલું મૂર્ત સ્વરૂપ. છેલ્લાં ચાર ચેમાયાં એક સામટાં અમદાવાદમાં જ રહીને ગુરુભક્તિમાં પસાર કરવાથી એમના આત્માને અનેક પ્રકારના અનુભવો થયા.
એમની ગુરુભક્તિની, રત્નત્રયીની આરાધનાની અને વિનયગુણની જાણે કસોટી થતી ન હોય તેમ એમના શરીરમાં અનેક રોગોએ ઉપદ્રવ કર્યો અને બીજી પણ મુશ્કેલીઓ આવી પડવા લાગી. તેથી શરીર જે કે નિર્બળ થઈ ગયું તથાપિ વિનય, ભક્તિ, વૈયાવચ્ચ અને ગુરુ આજ્ઞાપાલનમાં દઢપણે રહીને એમણે એમના આત્મબળમાં તે વધારે જ કર્યો એવી એમની ઉચ્ચ દશા અને સહનશીલતા આગળ ઉપદ્ર અને વિદનેનું જોર ચાલી શકયું નહીં.
વર્ધમાન તપાધર્મને પ્રારંભ આ કસોટીમાંથી પસાર થયા પછી સં. ૧૯૭૯ના ચોમાસામાં કોઈ શુભ ચોઘડીયે એમને શ્રી વર્ધમાન તપ જેવા મહાન તપને પ્રારંભ કરવાની ઉત્કંઠા થઈ. પૂજ્ય ગુરુજીને તે વાત જણાવીને તેમની અનુમતિ માગી. તેમણે પણ એમની ભાવનાને અનુમોદન અને પ્રત્સાહન આપીને “સુમ0 શીઝમ' એ ન્યાયે સારે દિવસ જેઈને આયંબીલનું પચખાણ કરાવી મહાન તપનો પ્રારંભ કરાવ્યું. આ કાળમાં શ્રી વર્ધમાન તપ જેવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com