________________
ધમની બલવત્તરતાના શાસ્ત્રીય સમાધાન.
એ જ ધર્મ ધનની ઈચ્છાવાળાને અગણિત દ્રવ્યની પ્રાપ્તિ કરાવીને ધનદ સરખો બનાવે . એ જ ધર્મ કામ–ભેગની ઈચ્છાવાળાને દરેક સાધનની પ્રાપ્તિ કરાવીને દરેક ઈચ્છાની સંપૂતિ કરે છે. તાત્પર્ય એ છે કે-ધર્મ કેવળ આત્મિક સુખની પ્રાપ્તિ કરાવે છે એટલું જ નહિ પરંતુ પૌગલિક સુખને પણ ધર્મ મેળવી આપે છે. જ્યારે અર્થના અગણિત સાધનેથી અગર કામના કોડે પ્રબંધથી ધર્મ કે મોક્ષ મળી. શકતા નથી, અને ધર્મથી તો અર્થની, કામની અગર મેક્ષની ઇચ્છાવાળાઓને પોતપોતાની ઇચ્છાનુસાર એ ત્રણેની પ્રાપ્તિ થઈ શકે છે. આથી ચાર પુરુષાર્થોમાં ધર્મનું બલવત્તર સામ્રાજ્ય છે.
ધર્મની બલવત્તરતાના શાસ્ત્રીય સમાધાન.
આ સ્થળે કોઈ એવી શંકા કરે છે કે-ઉપદેશમાળામાં ભગવાન શ્રી મહાવીરસ્વામીજીના હસ્તદીક્ષિત શ્રી ધર્મદાસ ગણિવયે તે ખુલ્લંખુલ્લા જણાવ્યું છે કે “ અર્થ મહાઅનર્થનું મૂળ છે અને કામની કારમી વાસનાઓ નરકાદિ દુર્ગતિમાં લઈ જનારી છે.”
વિશેષમાં હાલમાં ફજદારી અને દિવાની કોર્ટોમાં ચાલતા ઢગલાબંધ કેસમાં હાજર રહેનારા વાદી-પ્રતિવાદીઓ, વકીલ, બેરીસ્ટર, એડકેટ અને સેલીસીટરની ઓફીસના પગથિયાં ઘસવામાં, સન ૧૯૧૪ ની તથા હમણાંજ સન ૧૯૪૫ માં પૂરી થયેલી લડાઈમાં, વર્ષો પહેલાં થઈ ગયેલા રામ-રાવણના તથા કોરવ-પાંડવના યુદ્ધમાં મુખ્ય કારણની તપાસ કરવાથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com