________________
સંવર-નિર્જરાના સુમેળપૂર્વક તપધ”. અંતિમ સાધ્યની સિદ્ધિને માટે તપાધર્મનું સેવન કરતી વખતે પૂર્વના ત્રણે સાધનની વિદ્યમાનતા પણ હેવી જ જોઈએ.
અંતિમ સાધ્યની સિદ્ધિના વધામણારૂપ કેવળજ્ઞાનની પ્રાપ્તિમાં અગર મોક્ષની પ્રાપ્તિમાં ખરું કહીએ તે ચારિત્ર છે તે પરિણામિક સાધન છે, અને તપ છે તે આપેક્ષિક સાધન છે. તપોધર્મની સેવનાના રંગમાં રંગાયેલા આત્માને અનંત ચારિત્ર ગુણની પ્રાપ્તિ થાય છે. આ ઉપરથી એ વસ્તુ પણ સિદ્ધ થાય છે કે-અનંત ચારિત્રગુણની પ્રાપ્તિ કરાવવામાં તપોધર્મનું અવલંબન અનુપમ મદદગાર થાય છે.
કેવળજ્ઞાનની પ્રાપ્તિમાં આ આત્માને પરપૌદ્ગલિક ભાવે આત્માથી પર છે એવી સંપૂર્ણ કક્ષાને અભ્યાસ કરાવનાર, પરાકાષ્ઠાએ પહેચેલા પરીષહાના જીવનકાળમાં અડગ રાખનાર, ઉપસર્ગ અને ઉપદ્રના ઉકાપાતમાં ધીરતાના શિક્ષણને અસ્થિમજજામય બનાવનાર, ક્રોધ કરવા લાયકના પ્રસંગમાં પણ ક્ષમાવૃષ્ટિ વર્ષાવનાર આ તપાધર્મ છે. એ તધિર્મની આશીર્વાદદાયી અનુપમ કાર્યવાહીથી આ આત્મા મેરુપર્વતની પેઠે ધીર રહી, ઘનઘાતી કર્મને તેડી નાંખીને કેવળજ્ઞાન પામી શકે છે.
કાઉસગ્નમાં રહેલા ગજસુકુમારના મસ્તક ઉપર માટીની ( કીચડ થપેડી) સગડી બનાવીને ધગધગતા અંગારા ભર્યા, અણિકાપુત્ર નામના આચાર્યને નદીમાં ઉતરતાં શૂળીમાં પરેવી દીધા, મેતારજ મુનિપ્રવરનું મસ્તક તાજી લીલી વાધરથી એટલું બધું કસીને બાંધ્યું કે આંખના ડોળા પણ બહાર નિકળી પડ્યા, સુકેશલ મુનિના શરીર ઉપર વિકરાળ વાઘણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com