________________
શ્રીવમાન તપ મહાભ્ય. નિયાણાનુસાર મનુષ્યલોકમાં ત્રિપૃષ્ઠ નામના વાસુદેવ થયા. વાસુદેવના ભાવમાં સાંપડેલી સત્તા અને સમૃદ્ધિમાં મદોન્મત્ત બનીને શવ્યાપાલકના કાનમાં સીસું રેડાવીને કઠિણ કર્મનું ઉપાર્જન કરી સાતમી નરકે પહોંચ્યા.
ઉપરના પ્રસંગને ધ્યાનમાં રાખવા ઉપરાંત તપસ્વીઓએ ખાસ કરીને એ ધ્યાનમાં રાખવાનું છે કે-મહાપુણ્યના ઉદયથી તધર્મના વિવિધ જાતિના અનુષ્ઠાનમાં શ્રદ્ધા અને આદર પ્રાપ્ત થાય છે, માટે નજીવાં કારણેમાં અને શુદ્ર સંગોમાં તેને ગુમાવીને નુકશાનની પરંપરામાં ઉતરી જવાનું થાય નહિ તેની સંભાળ રાખવાની અવશ્યમેવ જરૂર છે.
ઉપરના દષ્ટાંતમાં સામાન્ય નિમિત્ત પામીને ભગવાનના જીવે સંવર ભાવથી ખસી જઈને આશ્રવભાવને આદર કરી જીવનને બરબાદ કર્યું. વર્તમાન કાળના તપસ્વીઓને સાવધાન રાખવા માટે જ આ દષ્ટાંત અહીં આપ્યું છે. કથાનુગમાં આવતાં અનેકવિધ કથાનકમાં તપસ્યાના રંગથી રંગાયેલાઓ તપના પ્રભાવથી ધારેલ ધારણાઓ અને અંતિમ સાધ્યસિદ્ધિઓ કેવી રીતે કરે છે? નજીવી ભૂલ કરીને પામેલી સંપદાઓને કેવી રીતે ગુમાવી દે છે? સંવર ભાવની સાવધાનીમાંથી સરકી જઈ પોતાની સંયમ–ગાડીને સંવરને પાટા ઉપરથી આશ્રવના પાટા ઉપર કેવી રીતે ચઢાવી દે છે ? આશ્રવની નાની સરખી બારી પણ ઉઘાડી રાખીને પ્રમાદી બની ગયેલાઓના કેવા હાલહવાલ થયા છે? આશ્રવની નાનામાં નાની ઉઘાડી રહી ગયેલી બારી પણ આગળ જતાં દરવાજાનું રૂપ ધારણ કરી આરાધકને વિરાધક બનાવીને નરક-નિગદાદિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com