________________
૧૨
શ્રીવાન તપ મહાસ્ય અગર એકના સેવનથી થનારા લાભ-હાનિની સમાલોચના પણ વિસ્તારથી કરી ગયા. હવે તપોધની અનિવાર્ય જરૂરનો સ્વીકાર કરીને આપણે આગળ વધીએ.
તપોધર્મની આરાધનામાં કરવામાં આવતાં નવકારસી, પિરસી, સાધરિસી, પુરિમઢ, અવઢ, વિગની ઓછાશ, નિવિ, બિયાસણ અને એકાસણું પતના તપને કેટલેક સ્થળે તપ નહિ કહેતાં વ્રત-નિયમ કહેવામાં આવેલું છે અને આયંબીલથી શરુ થતા તપને જ તપ તરીકે ગણવામાં આવ્યા છે. વિષયના ત્યાગવાળા આયંબીલાદિ તપ કરવાથી જ આત્માને વાસ્તવિક તપવું પડતું હોવાથી એની જ તપમાં ગણના કરવામાં શાસ્ત્રકારોએ જે કુશળતા દેખાડી છે તે એગ્ય જ છે. ખાટા-આરા-મીઠા તીખા અને મધુર આદિ સ્વાદવાળા ફળ-ફેલ-મે અને ચૂરણ વિગેરે તથા વિગયેની પ્રચૂરતાથી વિશિષ્ટતાને પામેલા પકવાન્ન અને મીઠાઈ વિગેરે ખાદ્ય પદાર્થો ખાનારની ઇંદ્રિયવિકલતા, રસલુપતા અને માનસિક ચંચળતા ઘણે ભાગે જોવામાં આવે છે માટે એ વિગઈને આધીન બનેલાઓ વિગતિ–અધમ ગતિને પ્રાપ્ત કરી તપાધર્મનું સેવન કરતા છતાં એના સુંદર સાધનને અસાધ બનાવી દે છે એટલા માટે એવા જીવને શિખામણરૂપે જણાવવામાં આવ્યું છે કે-તપોધર્મરૂપ કલ્પવૃક્ષનું સેવન કરીને ઉત્તરોત્તર તે કહ૫વૃક્ષના ફૂલ તથા ફળને મેળવનારા ભાગ્યશાળી બને અર્થાત્ એવા ઉત્તમ સાધન દ્વારા ઉત્તમ ફળને પ્રાપ્ત કરે. તપોધર્મરૂપ કલ્પવૃક્ષનું ફૂલ એટલે મનુષ્ય અને દેવની સંપત્તિઓ અને ફળ એટલે શિવસુખ અર્થાત્ સિદ્ધિપદ. તે પદની પ્રાપ્તિના સંપૂર્ણ સાધનેવાળો આ મનુષ્યભવ જ છે. આ બાબતને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com