________________
ગુલામગીરીમાં ગુંગળાયેલો આત્મા.
આ આહારના અભિલાષે નાશવંત શરીરને અવિનાશી આત્માની સાથે અવિભાજ્ય સંબંધ ગોઠવી દીધો છે. જગતના બધા સંબંધો આત્માથી છૂટા થઈ શકે છે, પરંતુ શરીરને સંબંધ અંતકાળ સુધી ટી શો જ નથી. તમે શરીરને ખવરાવોપીવરા અગર નહિ ખવરા–પીવરાવે તે પણ તમારી સાથેના સંબંધને એ તડતું નથી. તમારા દુઃખથી શરીર પણ દુઃખી થતું હોય તેવું દેખાવાથી બિચારો જીવ સુકાઈ ગયેલા શરીરની દયા ખાય છે, પરંતુ શરીરે તે એ સંબંધ ગોઠવ્યો છે કે મારા દુઃખથી તારે દુખી થવા જેવું મેં રાખ્યું જ નથી. રૂપીયે તેલાની ચીજ એને ખવરાવે, એની બિમારીની પાછળ હજારનો ખર્ચ કરે છતાં અવસર આવ્યે આ શરીર દશે દીધા વિના રહેતું નથી એ વાત બે ને બે ચારની માફક કેઈની પણ જાણ બહાર નથી.
આપણે કઈ અજાણ્યાને માત્ર પાણી પાયું હોય, પાન ખવાડયું હોય અગર સલામ કરી હોય તેને પણ અવસર આબે કાંઈક શરમ આવે છે, પરંતુ જેની સેવા કરવામાં આ આત્માએ રાત કે દિવસ, તડકો કે છાંયડે, ભૂખ કે તરસ, ઊંઘ કે ઉજાગરે, આદર કે અનાદર, ઈજજત કે આબરૂ, પાપ કે પુણ્ય અને સુખ કે દુઃખની ગણના પણ કરી નહિ એવા આ નિમકહરામ શરીરને અવસર આવ્યે જરા પણ શરમ આવતી નથી માટે તેના પોષણ કે વૃદ્ધિમાં પ્રયત્ન કરીને આત્માએ પિતાનું અહિત કરવાની કોઈ પણ જરૂર નથી એ દઢ નિર્ણય દરેકે કરવું જોઈએ.
ગુલામગીરીમાં ગુંગળાયેલો આત્મા ઘાટી અગર ગુમાસ્તાને પગાર, કપડાં અને ખોરાક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com