________________
તપાધર્મના સેવનમાં સાવધાનતાની જરૂર
તપસ્યાનું સેવન કરનારે સંવરભાવની સંપૂર્ણ સાવધાની રાખવાની છે, આશ્રવમાર્ગના બારી, બારણું અને દરવાજાઓ સર્વથા બંધ કરવાના છે અને આહારની અભેદ્ય વાસનાને ઉમૂલન કરવાની વાસ્તવિક શક્તિને પ્રાપ્ત કરવાની છે. એ બધું બરાબર કર્યા વગર તપાધર્મને તાત્વિક લાભ અર્થાત તપસ્વિયે વાસ્તવિક નિર્જરારૂપ ફળને પામી શકતા નથી.
વિશ્વભૂતિના ભવમાં ભગવાન મહાવીરે માસક્ષપણની તપસ્યા કરેલી છે. પારણાને દિવસે મથુરાનગરીમાં ગોચરીએ ગયા અને રસ્તામાં સામી મળેલી ગાયના સંબંધમાં અથ. ડાઈ નીચે પડ્યા. મિથ્યાત્વિપણામાં રહેલા પોતાના પિતરાઈ ભાઈએ, દીક્ષાના અને તપસ્યાના પાલનથી શરીરબળ નાશ પામ્યું છે, એવા ભાવનું મશ્કરીનું વચન સંભળાવ્યું. સાંભળતાની સાથે જ સંવરભાવથી ડગી જઈને ગાયને આકાશમાં ઉછાળી મૂકી અને અત્યંત ક્રોધને વશ થઈ વાસુદેવપણાનું નિયાણું બાંધ્યું.
આ અવસરે સંવરભાવમાં સ્થિત થએલા ભગવાન્ મહાવીરના જીવને “હું દીક્ષિત છું, સંવરભાવમાં છું, તપસ્વી છું અને કઠિણ કર્મના નાશને માટે ઘોર તપસ્યા કરી રહ્યો છું, આશ્રવપષક આવા કૃત્ય કરવાથી સાધુને વેષ રહેવા છતાં સંવરભાવ ચાલ્યા જશે, આશ્રવના દ્વારે અલી જશે, કમ કાઢવાને માટે કરેલ તપ કર્મના ગંજ
ખડકી દેશે,” આવા પ્રકારની વિચારણાઓમાંથી એક પણ વિચારણું આવી નહિ અને જિતેલી બાજી હારી ગયા.
સંયમના પ્રભાવથી દેવકને ભવ કરીને પછી પૂર્વે બાંધેલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com