________________
૧૦૪
શ્રીવિદ્ધમાન તપે મહાભ્ય. હુમલો કર્યો, અવંતીસુકુમારના શરીરનું શિયાલણ ભક્ષણ કરી ગઈ, ચિલાતિપુત્ર અને દઢપ્રહારીની ઉપર લોકોના હિચકારી હુમલા થયા, સમરાદિત્યને અગ્નિશર્માએ સળગાવી દીધા, સ્કંધકમુનિના શિષ્યોને ઘણુમાં પીલ્યા અને કંઇકમુનિના શરીરની ચામડી ઉતારી નાંખી–આ બધા પ્રસંગમાં મહા-, માઓએ સમભાવે ઉપસર્ગોને સહન કર્યા, ધૈર્યને ધારણ કરીને ઉપસર્ગ કરનારા અને કરાવનારા ઉપર પણ ક્ષમાને વર્ષાદ વષવી પૌગલિક પદાર્થોને મૂકવામાં, દુઃખને વેચવામાં હાયવય કર્યા વગર નિશ્ચલ રહીને પ્રાપ્ત કરવા લાયક ચીજની પ્રાપ્તિ કરી એ શાસનમાન્ય સર્વોત્તમ સહનશીલતા તપાધર્મના સેવન વગર પ્રાપ્ત થતી નથી. ધન્ય છે એવા સર્વોત્તમ સહનશીલ મુનિપુંગને !! ધન્ય છે સંવરનિર્જરાના સુમેળપૂર્વક તપાધર્મ સેવનારા તપસ્વીઓને !!!
સાધનસ્થિત સાધનતા. અંતિમ સાધ્યની સિદ્ધિ કરવી એટલે રાધાવેધથી પણ અતિ મુશ્કેલ કાર્યની સિદ્ધિ કરવા જેવું છે. તપોધર્મનું સેવન થતું હોય અને દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણ સાધનમાંથી એકાદની ગેરહાજરી વિદ્યમાન હોય તે ધારેલું કાર્ય થઈ શકતું નથી. એટલું જ નહિ પણ મોક્ષમાર્ગના મુસાફરને મેળવેલા સાધને અસાધનરૂપ થઈ પડે છે. આ પ્રસંગને તત્વાર્થ ભાગ્યકાર આ પ્રમાણે સ્કુટ કરીને જણાવે છે કે –
" एतानि च समस्तानि मोक्षसाधनानि, एकतराभावे
૧. જુઓ તસ્વાર્થાધિગમસૂત્રના પ્રથમાધ્યાયના પહેલા સૂત્રનું ભાષ્ય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com