________________
૧૦૧
શ્રીમાન તપે મહા સમ્યગ્દર્શને આવેલું જ હોય અને સમ્યક ચારિત્ર આવવાથી સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન આવેલાં જ હોય એ નિયમ છે.
આશ્રવરોધક-સંવસ્વરૂપને જ ચારિત્ર માનીએ તે તપની અનિવાર્ય જરૂર રહે છે, પરંતુ સકલ ઈચ્છાના રોધરૂપ સંવરભાવ આદરીને કિલષ્ટ કર્મને દૂર કરવાની જહેમતરૂપ તપ ધર્મ શરૂ હોય તે ચારિત્ર અને તપને સાથે માનવામાં પણ વાંધો આવતો નથી.
મોક્ષમાર્ગના સાધનોને પૂર્વાપર શો સંબંધ છે? દરેક સાધનમાં શી શી વિશિષ્ટતા રહેલી છે? ચારિત્ર અને તપમાં શું ફરક છે? ચારિત્રની પ્રાપ્તિ પછી તપ શું કામ કરે છે? ચારિત્રની હયાતી હોવા છતાં તપની ગેરહાજરીમાં લાભ કેટલે ઓછોવતો થાય છે? આવી જતના પ્રશ્નોનું અને એને અનુસરતી અનેક પ્રકારની શંકાઓનું નિરસન કરી હવે આપણે તપધર્મની વિશિષ્ટતા તરફ નજર કરીએ. મહામંગલકારી તધર્મના આસેવનની
અનિવાર્ય જરૂર આધિ-વ્યાધિ-ઉપાધિ-જન્મ–જરા-મરણાદિ અનેકવિધ દુ:ખોથી ભરપૂર આ ચાતુર્ગતિક સંસાર છે. અનાદિ અનંત કાળથી આ જીવ ચાતુર્ગતિક સંસારમાં રખડ્યો છે, રખડી રહ્યો છે અને ભવિષ્યમાં રખડશે એવા પ્રયત્ન કરી રહ્યો છે. રખડવાનું યદ્યપિ આ જીવને બીલકુલ પસંદ નથી, પોતાને કઈ રખડેલ કહે એવું સાંભળવાને પણ ઈચ્છતો નથી, હું રખડું છું એમ પોતે માનતું નથી, તેમ કોઈ કહે કે તું રખડે છે તે તે વાતને સ્વીકારતા નથી, છતાં આ જીવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com