________________
અંતિમ સાધ્યસિદ્ધિના સાધનને સંબંધ.
જે જે અંશે રે નિરુપાયિકપણું, તે તે જાણે રે ધર્મ, સમ્યગ્દષ્ટિ રે ગુણઠાણાથકી, જાવ લહે શિવશર્મ. ”
એટલે જેટલે અંશે ઉપાધિ રહિતપણું એટલે તેટલે અંશે ધર્મ થયે સમજો. ધર્મનું સેવન અંગે શરૂ થાય છે અને પછી મોક્ષમાર્ગો ગમન. સમ્યગ્દષ્ટિ ગુણઠાણાની પ્રાપ્તિથી મોક્ષમાર્ગની શરૂઆત થાય છે, અને તે ચૌદમા ગુણસ્થાનકે પહોંચવા સુધીને બધે મોક્ષમાર્ગ જ છે. આ માર્ગ તે આત્મિક પરિણામ અને પ્રવર્તનરૂપ છે અર્થાત્ સદ્વિચાર અને સદ્વર્તનરૂપ છે.
મોક્ષમાર્ગના મુસાફરોને સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન એ બે સાધનની જરૂરીયાત વિષે પ્રશ્નોત્તરપૂર્વક પૂર્વે સુંદર રીતિએ સમજાવવામાં આવ્યું છે. બાકીના બે સાધનની જરૂરીયાત હવે સમજવાની જરૂર છે.
આ સ્થળે એક પ્રશ્ન ઉઠે છે કે–વાચકવર્ય શ્રી ઉમાસ્વાતિ મહારાજ તે તત્વાર્થ સૂત્રમાં–“
સ નાતનવારિત્રા િમોક્ષમr: ” એ સૂત્રથી દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ ત્રણેને મોક્ષમાર્ગના સાધનરૂપે જણાવે છે અને તમે તો નવપદમાંહેની ચારિત્રપદની પૂજામાં ઉપરના ત્રણ સાથે તપને ભેળવીને ચાર સાધન જણાવે છે ? તે એ બે વાતમાં ખરું શું સમજવું? કદાચ ત્રણ સાધન છે એમ સ્વીકાર કરીએ તે ભગવાન ઋષભદેવને ચારિત્રની પ્રાપ્તિ થયા પછી મોક્ષમાં જવા પહેલાના ૧૦૦૦ વર્ષ સુધી કેવળજ્ઞાનની પ્રાપ્તિ કેમ થઈ નહિ ? અને ભગવાન મહાવીરને ચારિત્રની પ્રાપ્તિ થયા પછી સાડાબાર વર્ષ સુધી કેવળજ્ઞાનની પ્રાપ્તિ કેમ થઈ નહિ ? ક્યારિત્રને આશ્રવShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com