________________
દાનાદિ ધર્મોને સમન્વય.
આત્માએ સ્વરૂપ સમજીને સહેજ પ્રવેશ કર્યો હોય અને સહેજ સ્થિરતા પ્રાપ્ત થઈ એટલે ભાવધર્મ તે સામે આવીને તેને મળે છે. શાસ્ત્રકાર તે એટલે સુધી કહે છે કે-અનિ અને ઉષ્ણુતાનો પરસ્પર સંબંધ જેમ શાશ્વત છે તેમ
ના સાથે ભાવની ઉત્પત્તિ, ટકાવ અને વૃદ્ધિ થવાને પણ અવિચળ નિયમ છે.
ચારે ગતિમાં મોક્ષ પામવા લાયકની આ મનુષ્ય ગતિ છે. મનુષ્ય ગતિમાં ભાવધર્મથી ભીંજાયેલ આત્માએ મોક્ષમંદિરના મુસાફર બનવું હોય તો તેણે શીયળધર્મનું અને તપોધર્મનું સેવન અવશ્યમેવ કરવું જ જોઈએ. તે ધર્મના સેવન વગર અંતિમ સાધસિદ્ધિના અમોઘ કારણભૂત ચારિત્રના પરિણામને સ્થિતિસ્થાપકપણે સ્થિર કરી શકતો નથી. તધર્મ માટે આગળના પ્રકરણમાં ઘણું જ કહેવાનું હોવાથી અહીં માત્ર અંગુલિનિર્દેશ કર્યો છે. તપધર્મરૂપ સામ્રાજ્યસિદ્ધિના મુદ્દાને જે માણસ સમજો નથી તે માણસ અંતિમ પરિણામિક કારણચારિત્રનું અવલંબન લઈ શકતો નથી. એટલું જ નહિ પણ અંતિમ સાધ્યસિદ્ધિરૂપ અનંત ચારિત્રાદિરૂપ પરિણામિક કાર્ય અર્થાત્ મોક્ષની સિદ્ધિ કરી શકતા નથી. દાન–શીયળતપ અને ભાવધર્મથી ભીંજાયેલાઓને પરિણામિક કારણ દર્શન–જ્ઞાન–ચારિત્રને, દાનાદિ ચાર પ્રકારના ધર્મને સુસંગત સંબંધ સમજવાની જરૂર છે. તેથી જ દાન–શીયળ-તપભાવના સેવન કરનારને રત્નત્રયીના ત્રણ પ્રકારનું સેવન અનિવાર્ય છે તે હવેના પ્રકરણમાં સમજવા ઉદ્યમશીલ થઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com