________________
શ્રીવર્તમાન તપે મહાભ્ય અંતિમ સાધ્યસિદ્ધિના સાધનને સંબંધ. સાધ્ય સુંદર હોય અને સાધન અનુકૂળ હોય છતાં સાધકમાં સાધ્યસિદ્ધિ કરવાની યોગ્યતા ન હોય તે સાધ્યસિદ્ધિ થતી નથી. આ ઉપરથી સાધ, સાધન અને સાધકના સુમેળમાં જ પરમપદની પ્રાપ્તિ સ્વીકારેલી છે. જેનદર્શનમાં સકળ કમરને ક્ષય કરી અનંતચતુષ્કની પ્રાપ્તિપૂર્વક અક્ષયપદની પ્રાપ્તિરૂપ મોક્ષને જ સાધ્ય માને છે. આ સાધ્યની સિદ્ધિ માટે દર્શન–જ્ઞાન–ચારિત્ર અને તપ એ ચાર સાધન છે અર્થાત્ એ સાધન વડે જ સાધ્યની સિદ્ધિ થાય છે, તેથી જ મોક્ષ અને મોક્ષમાર્ગ એ બે પદાર્થો ભિન્ન છે, અમદાવાદનું સ્ટેશન અને અમદાવાદના સ્ટેશનને માર્ગ, અને શેર-બજાર અને શેર-બજારને માર્ગ જેમ અલગ અલગ છે તેમ મોક્ષ અને મોક્ષમાર્ગ પણ અલગ અલગ છે.
ઘનઘાતી કર્મ તોડી અનંત ચતુષ્કની પ્રાપ્તિ પૂર્વક ભોપગ્રાહી ચાર કર્મને તેડી સિદ્ધિએ પહોંચવું એટલે આત્માને વાસ્તવિક મેક્ષ. અંતિમ સાધ્ય અને સાધ્યરૂપ મેક્ષની પ્રાપ્તિ માટેના સાધનો આ ચાર છે. મેક્ષના અભિલાષીઓથી આ ચાર સાધનને પોતાની સાધનામાં ઉપયોગ કર્યા વગર અને સર્વસ્વસમર્પણભાવ આવ્યા વગર મેક્ષમાં જઈ શકાતું નથી. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ(ચિ–સ્પર્શનાદિ)થી શરુ થતાં અંશે અંશે ધર્મનું સેવન એ જ મોક્ષમાર્ગની શરુઆત છે. એટલે અંશે આત્માનું નિશ્યાધિપણું તેટલે અંશે ધર્મની પ્રાપ્તિ. આ બાબતમાં પૂ. ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજ પોતાના
સવાસે ગાથાના સ્તવનની બીજી ઢાળમાં જણાવે છે કેShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com