________________
શ્રીવામાન ત મહાસ્ય અનેક પ્રકારના મંત્ર-તંત્ર અને યંત્રની સિદ્ધિ કરવામાં, સુર–અસુર-દેવ અને દેવેંદ્રોને દાસ બનાવવામાં સમસ્ત વિશ્વમાં યશ-કીર્તિને ફેલાવ કરવામાં, વિદનેના વાદળાને વિખેરવામાં
અને દેવ તથા દેવીઓનું નિરંતર સાંનિધ્ય કરવામાં શીયળવના અજબ પ્રભાવ પડે છે. માનવ જીવનમાં શીયળવ્રતના વિશિષ્ટ પરિણામને પ્રભાવ મનવાંછિત ફળની સિદ્ધિ કરવામાં જવાબદાર અને જોખમદાર છે.
શીયળના પ્રભાવે રાજિમતીએ રહનેમિને સંયમમાં સ્થિર કર્યા, સ્વાર્થને સર્વથા તિલાંજલિ આપીને ભીષ્મ-પિતાએ શીયળધર્મને ડંકે વગાડે, શીયળના પ્રભાવથી સતી સીતાએ અગ્નિને શીતળ બનાવી દીધો અને શીયળના પ્રભાવથી સુદર્શન શેઠની શૂળીનું સિંહાસન થયું.
ચારિત્ર ધર્મવૃક્ષનું મૂળ અને સમ્યકત્વ ભાવની વૃદ્ધિનું અમેઘ કારણ બ્રાચર્યવ્રત જ છે. શીયળ ધર્મનું સેવન કરનારાઓ ઉભયલેકમાં આગળ વધીને છેવટે કલ્યાણની પરંપરાને પ્રાપ્ત કરતા કરતા પિતાના આત્માને મુક્તિ મહેલમાં લઈ જાય છે.! ધન્ય છે એ શીયળ ધર્મને!! અને ધન્ય છે એ શીયળ ધર્મનું પાલન કરનારાઓને !!!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com