________________
શિયાળધર્મમાં સાવધાન.
પાલન કરીને ભવાંતરમાં કોઈ ફોડાધિપતિને ઘેર જન્મ લઉં. જન્મ પામતાં બાલ્યાવસ્થાથી આદર-સત્કાર અને વૈભવ-વિલાસમાં દિવસોને નિર્ગમન કરૂં અને યુવાવસ્થામાં લાવણ્યમયી લલનાઓના ભેગ-વિલાસમાં મસ્ત રહું. શિયળ પ્રભાવથી તેને ભેગ-વિલાસના સાધનો યદ્યપિ ભવાંતરમાં મળે છે પરંતુ શીયાળધર્મના વાસ્તવિક સ્વરૂપથી તે વંચિત રહે છે.
શીયળ ધર્મના વાસ્તવિક સંસ્કારથી રહિત છ શીયા ધર્મના સેવનથી પ્રાપ્ત થનારા અમૂલ્ય ફળથી વંચિત રહી, સામાન્ય ફળ-ભાગવિલાસને પ્રાપ્ત કરી તેમાં લયલીન બનીને છેવટે દુર્ગતિના જ ભાજન બને છે.
શીયળ ધર્મમાં સાવધાન રહેવાની જરૂર શીયળ ધર્મના સેવનમાં ધ્યેય વગરની દેડધામ કરનારા અ૫ બુદ્ધિવાળા આરાધકો આરાધનાને બદલે વિરાધના કરી બેસે છે. પરિણામે તેઓ સદગતિને બદલે દુર્ગતિને પ્રાપ્ત કરે છે, માટે દરેક આરાધકોએ સાવધાન થવાની ખાસ જરૂર છે.
શીયળ ધર્મના સેવનમાં જ્યાં ભાવપૂર્વક પર(પદ્ગલિક) પરિણતિને પરિપૂર્ણતયા ત્યાગ જ કરવાનું છે ત્યાં વળી આવતાં ભવની ઝંઝટ અને ચૂંથણ શા?
સુવર્ણનું જિનમંદિર કરાવવાથી, રત્નની જિનપ્રતિમા ભરાવવાથી, ક્રોડ સેનૈયાનું દાન દીધાથી અને ૮૪૦૦૦ મુનિઓને નિર્દોષ આહારાદિ પ્રતિલાલવાથી જે ફળ પ્રાપ્ત થાય તેના કરતાં પણ બહાચર્યવ્રતનું પાલન કરવાથી અધિક ફળની પ્રાપ્તિ થાય એમ શાસ્ત્રો સાક્ષી પૂરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com