________________
શીવમાન તપે મહાઓ. હાર્યો જુગારી બમણું રમે” એ કહેવતને અનુસરતી જણુઈ આવે છે. દાનના જુગારમાં પાવરધા બનેલાઓને પિતાના આત્માની કે આત્મિક-સંપતિની ફીકર હતી નથી પરંતુ એક જ ફિકર હોય છે કે-અરે! અરે ! જેટલું દાનમાં વાવયું તેથી વિશેષ હજી કમાયે નહિ, દેરાસરમાં ખર્ચા, તીર્થધામમાં વાવ્યા, મુનિ મહારાજાઓને વહેરાવ્યું, સ્વામિભાઈઓને જમાડીને સંધ્યા, સાતે ક્ષેત્રમાં વાપરવામાં કચાશ નથી રાખી છતાં દાન ધર્મના પ્રભાવથી મારા મૂળ ધનમાં વધારે થ જોઈએ તે તે કાંઈ થયે નહિ, ઊલટું વાવયું એટલું ઓછું થયું. અત્ર શ્રાવિકા અને વેશ્યાને પ્રસંગે વિચારણીય છે. માસક્ષમણના મુનિને ભાવથી દાન દેનારી શ્રાવિકાને ઘેર સુવર્ણવૃષ્ટિ થઈ. તે દેખીને વેશ્યાને મરથ થયે. તે અવસરમાં એક ભાંડને લાડુ ખાવાને મનોરથ થયે. સાધુ-વેષ વગર નહિં મળે. બનાવટી સાધુ બની ભાંડ વેશ્યાના મકાનમાં પડે. ભાંડે ધર્મલાભ દીધો અને હર્ષઘેલી વેશ્યાએ લાડવાને ડબ્ધ છે. વેશ્યા લાડવાને પાત્રમાં ગોઠવે છે અને ઊંચું જુએ છે. અવસરના જાણ બનાવટી સાધુ-ભાંડે કીધું કે
સાધુ વે શ્રાવિકા, હૈં વેશ્યા મેં ભાંડ થારા મહારા યોગથી, પત્થર પડશે રાંડ.” દાન ધર્મનું વાસ્તવિક સ્વરૂપ તે એ છે કે પૂર્વકૃત પુણ્યના પસાયથી જે કાંઈ પ્રાપ્ત થયું છે તેમાંથી જેટલું દેવાય તેટલું દઈને તેના ઉપરથી મૂચ્છ ઉતારવી, જેમ જેમ ફરી મળતું જાય તેમ તેમ વિશેષ પ્રમાણમાં દાન દઈને મૂછ ઉતારી; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com