________________
શ્રીવાદ્ધમાન તપ મહાભ્ય. એ ઉક્તિનું પ્રમાદના પંજામાં પકડાઈ જઈને અનુકરણ ન થઈ જાય, અથવા અનુષ્ઠાનેની અટપટી આંટીઘૂંટીમાં અટવાઈ ન જવાય તે હેતુથી વાંચકોને વિશેષ સાવધાન રહેવાની સૂચના આપવાની અત્રે જરૂર છે.
જો કે જિનેશ્વર ભગવંતના શાસનમાં પરમપદ પ્રાપ્ત કરવાના જો કે અંસખ્ય ભેગો-ધર્મમય અનુષ્ઠાને છે છતાં દાન, શિયળ, તપ અને ભાવ એ ધર્મના મુખ્ય ચાર પ્રકારે છે.
ધર્મના આ ચાર પ્રકારને સકળશાસપારાવારપારીણ શબ્દાવતાર કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્રાંતત દેશના સંગ્રહમાં આ પ્રમાણે જણાવે છે કે.
તુતિગતકડુ-ઘારબદ્ધર્મરક્યતે
दानशीलतपोभाव-भेदात्स स्याच्चतुर्विधः॥१॥" ભાવાર્થ-દુર્ગતિમાં પડતાં પ્રાણીને જે ધારણ કરે તે ધર્મ કહેવાય છે, અને તે ધર્મના દાનશીલ-તપ અને ભાવ એવા ચાર પ્રકાર છે.
શાસ્ત્રોમાં અનેક સ્થળે ઉપરના ભાવને અનુસરનું વ્યવસ્થિત કથન મળે છે. તે તે સ્થળે જણાવવામાં આવ્યું છે કે આ ચાર પ્રકારને ધર્મ દુર્ગતિમાં પડતા જીને બચાવીને સદ્ગતિમાં સ્થાપન કરે છે. તે ધર્મ ત્યાં સ્થાપન કરીને સાનુકૂળ સંયેગેની પ્રાપ્તિ પણ કરાવે છે. ત્યારપછી તે સાનુકૂળ સંગને યથાર્થ રીતિએ ઉપયોગ કરનાર પુણ્યાત્મા ધર્મપ્રભાવે ક્રમે ક્રમે ઉચ્ચ સ્થિતિને પ્રાપ્ત કરતા કરતે છેવટે શાશ્વત સુખના ધામ
સરખા મુક્તિપદને પ્રાપ્ત કરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com