________________
ધર્મની બલવરતાના શાસ્ત્રીય સમાધાન.
ઈત્યાદિ પાઠથી જણાવ્યું છે કે-બે ચક્રવર્તીએ કામભેગને ત્યાગ કર્યા વગર અર્થાત ચક્રવતિ પણાના મમત્વભાવને લીધે મરીને સાતમી નરકે ગયા. મરવાના અવસરે તો ચકવતીની રિદ્ધિ કોઈ સાથે લઈ જતું નથી. કેવળી થનાર ચકવતીએ ચક્રવતીની સંપદા મૂકવા લાયકની સમજીને મૂકી અને નરકે જનારા મરણની છેલ્લી ઘડીએ મૂકવા લાયકની છે એ સમજી શક્યો નહિ. આથી સંપત્તિ પ્રત્યેને ત્યાગભાવ તારનાર છે અને સંપત્તિ પ્રત્યે મમત્વભાવ ભર્યોભવ મારનાર છે. હવે એના રહસ્યને વિચારીએ તે સમજાઈ જાય છે કે–નિર્મળ ત્યાગવૃત્તિથી ધર્મની આરાધના કરવામાં આવે તે વખતે જે પુણ્યને બંધ પડે તેનાથી અદ્ધિ સમૃદ્ધિ ભેગે પગના સાધનની પ્રાપ્તિ તે થાય છે જ પરંતુ તે સાધનોથી મુંઝાતો નથી અર્થાત્ તેની અંદર ફસાઈ જતો નથી. ધર્મની અમૂલ્ય આરાધનાની સાથે જે મમતાનું મિશ્રણ થઈ જાય તે જીવને દુર્ગતિમાં જવું પડે છે. અર્થાત્ મમતામિશ્રિત ધર્મથી પ્રાપ્ત થયેલાં અર્થ કામના સાધને જીવને ફસાવે છે એમાં કોઈ નવાઈ નથી. તે જ પ્રમાણે સમતામિશ્રિત ધર્મથી પ્રાપ્ત થયેલા અર્થ કામના સાધને જીવને ફસાવતા નથી પરંતુ ત્યાગવૃત્તિપૂર્વકના ધર્મસાધનમાં નિરંતર વધારે થાય તેવા સુંદર સાધનની પ્રાપ્તિ કરાવીને ઘનઘાતી કર્મને નાશ કરાવી કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરાવે તેમાં પણ કાંઈ નવાઈ જેવું નથી. ધર્મસંબંધી શાસ્ત્રીય સમાધાનને સર્વદા સ્વીકારવાવાળા કઈ જગ્યાએ ઠગાતા જ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com