________________
શ્રદ્ધા અને પ્રતીતિનું રહસ્ય. બેલનારના હૃદયમાં પેસીને તપાસતાં આવડે તે શ્રદ્ધા-વિશ્વાસના નામે ઠામઠામ મહાઅનર્થ માલમ પડે તેમ છે.
શ્રદ્ધા અને વિશ્વાસના નામે ઠગવાની કારમી કરામતમાં જગત્ કેટલું પાવરધું બન્યું છે, એ સમજાવવું પડે તે વિષય નથી. જે પદાર્થને કિંમતી કહે છે, માને છે, સમજે છે, અને સમજાવે છે તે પદાર્થની પ્રતિતિ છે કે નહિ તે પ્રથમ તપાસવું. પ્રશ્ન કરનાર કહેશે કે શ્રદ્ધા-પ્રતિતિ અને રૂચિ પર્યાયવાચક શબ્દો છે? તમે તે પર્યાયવાચક શબ્દ જુદી રીતે કેમ પ્રતિપાદન કરે છે, તમારી પાસે પ્રતિપાદન કરવાને કોઈ આધાર છે? આ પ્રશ્ન કરનારાઓએ શ્રી ઉપાસકદશાંગ દેખવું જરૂરી છે. તેથી જ વિશેષ કરીને આ પ્રસંગમાં સમ્યકત્વને સ્વીકારનારા ભગવાનના દશે શ્રાવકે મિથ્યાત્વને છેડે છે અને સમ્યકત્વને સ્વીકારે છે. તે અવસરે “સરमिण भंते इणमेव निग्गंथं पावयणं, पत्तिआमिण भंते x x x रोएમિળ મંતે x x x” આદિ છ આલાવા બોલે છે. આ છે આલાવાની તરતમતાને પીછાણવામાં આવે તે વાંચનારો બુદ્ધિપૂર્વક જરૂર સમજી શકે છે કે શ્રદ્ધા આવ્યા પછી પ્રતિતની જરૂર છે. જેને કુળમાં જન્મેલ બાળક કુલાચારથી સંન્યાસીને નમત નથી, કારણકે તે કહે છે કે આ મારા ગુરુ નથી. એવામાં સંવેગી જેન સાધુ આવે તે નમન કરે છે અને કહે છે કે આ મારા ગુરુ છે. અને પર્યુષણાદિને પિતાના તહેવાર માને છે. આ સ્થળે કુલાચારથી શ્રદ્ધા છે પણ પ્રતીતિ નથી. બળેવ, નોરતાને પિતાને તહેવાર માનતા નથી. પ્રતિતિ થયા પછી પણ રૂચિની જરૂર છે. રૂચિ થયા પછી પણ સ્પર્શન-પાલન અને અનુપાલનની અવશ્યમેવ જરૂર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com