________________
શ્રીવિદ્ધમાન તપે મહાસ્ય. જ નથી. “દર્શનમોહના વિનાશથી જે નિર્મળ ગુણ પ્રગટ થાય તેનું જ નામ નિશ્ચય સમ્યકત્વ કહ્યું છે ” એમ સમ્યક્ત્વની ૬૭ બોલની સઝાયમાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે જણાવ્યું છે. જુઓ “દર્શનમેહ વિનાશથી જે નિર્મળ ગુણ ગણ તે નિશ્ચય સમક્તિ કહ્યું” x x x x x | દર્શનમોહનો ઉપશમ અને ક્ષપશમ થયાં છે કે નહિ? થયાં છે તે ગયાં છે કે રહ્યાં છે? રહ્યાં છે તે રહેશે કે જશે? આ બધી બીનાને નિર્ણય આ શ્રદ્ધાદિ છ પદદ્વારા લગભગ થઈ જાય છે.
દર્શનમોહનો ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષય થવા સંબં ધમાં વિસ્તારપૂર્વક સર્વજ્ઞકથિત શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. સમજ. વાની ઈચ્છાવાળાઓએ તે તે ગ્રંથ જેવા જરૂરી છે..
તત્ત્વત્રયીની પ્રતીતિમાં પાવરધા બનેલા આત્માઓને હિતકર, અનુકૂળ અને પરંપરાએ ફાયદાકારક પદાર્થ તત્વત્રયી જ છે, તવત્રયીના સેવનથી આમિક શક્તિને વિકાસ થશે. તત્વત્રયીથી વિમુખ રહેવામાં આત્માની સાચી શાંતિ, આનંદ અને સુખ પલાયન થઈ જશે. આ તત્વત્રયીના સેવનથી અનેક જીવે ભૂતકાળમાં કલ્યાણ સાધી ગયા, વર્તમાન કાળમાં સાધે છે અને ભવિષ્ય કાળમાં સાધશે. આ તત્વત્રયીના દર્શન, પૂજન, વંદન અને સેવામાં જેમ જેમ જીવન પસાર થશે તેમ તેમ મારું જીવન ઉચ્ચ બનશે. તવત્રયી પાછળ સર્વસ્વ જીવન સમર્પણ કર્યા વગર આત્મા પરમપદને પ્રાપ્ત કરી શકવાને નથી. દેવાધિદેવના દર્શન કરું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com