________________
થીવર્ધમાન તપે મહામ્ય અનુપમ શ્રદ્ધાની હાજરી વગર ચારિત્ર વૃક્ષના પુષ્પ-ફળની યથાર્થ પ્રાપ્તિ થતી નથી. તેથી જ અનુપમશ્રદ્ધાની હાજરી આ જિંદગી સુધી જ નહિ પણ આત્મા ક્ષાયક ભાવની શ્રદ્ધા, જ્ઞાન અને મોક્ષ ન પામે ત્યાં સુધી જરૂર છે, એમ સમજીને અનુપમશ્રદ્ધાના અદ્વિતીય વિષયને જુદી જુદી રીતિએ જુદા જુદા પ્રકરણમાં યુક્તિ-પ્રયુક્તિસર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. હવે અનુપમ શ્રદ્ધાપૂર્વકની સમજ આવ્યા પછી ચારિત્રના વિભાગ તરફ નજર કરીએ.
આ સ્થળે મૈગ્યાદિભાવ સંયુક્ત વિશેષણની સાર્થકતા વિચારી ગયા. હવે તે વિશેષણ યુક્ત વિશેષ્ય-સર્વજ્ઞકથિત ધર્મમય અનુષ્કાને શી ચીજ છે? તે ધર્મમય અનુષ્ઠાનને ચારિત્ર સાથે શો સંબંધ છે? તે સંબંધી વિચાર કરીએ.
પૂર્વ પ્રકરણના અનુચૂત સંબંધ અને રહસ્ય
સિંહાવકન ન્યાયે કરીને ગ્રંથના પૂર્વાપર પ્રકરણનું પરિશીલન કરવાથી ચર્ચલ વિષયે સમજી શકાય છે કે નહિં તે સ્પષ્ટ થઈ જાય છે. આ ગ્રંથની શરુઆતમાં “માનવ જીવનની દુર્લભતા” નામના પ્રકરણને પ્રારંભ કરીને દુર્લભતાને નામે યથેચ્છ પ્રલોપિઓના પ્રલાપ કેવા હોય છે? પ્રલાપના પ્રશ્નોત્તરેને પરમાર્થ શું? તે પિછાણી ગયા. માનવજીવનની દુર્લભતા સ્વીકારનારને સફળ કરવાના સહકારી સંયોગની અનિવાર્ય જરૂર છે એ પણ સમજી ગયા. તેવા સહકારિ-સંગે પ્રાપ્ત થયા પછી પણ તેને સફળ કરવા એ ભાગ્યશાળીઓનું પરમ કર્તવ્ય છે!!!
સઘળાએ સહકારી સંગમાં ધર્મની વાસ્તવિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com