________________
૭૪
શ્રાવમાન તપે મહાભ્ય. લાગતું નથી. વહેપારીઓ જેટલી કમાણી કરે છે તે બધી જે તેમના ઘર ભેગી થઈ શકતી હોય તે છાપરાના નળીયા પણ સોનાના બનાવી શકાય, પરંતુ જ્યારે બજારમાં ક્રાઈસીસ આવે છે, નાણાભીડ સખ્ત હોય છે, ઈજજતને સાચવવામાં જીવન-મરણને સવાલ આવી પડે છે, ત્યારે તે મુશ્કેલીરૂપ મહાસાગરને ઓલંગી જવાનું માન તે શાણુ-સમજુ-વિચારશીલ અને પુણ્યવંત વહેપારીઓને જ પ્રાપ્ત થાય છે. તે પ્રમાણે દેવ-ગુરુ-ધર્મની શ્રદ્ધા-પ્રતીતિ-રુચિ અને સ્પર્શનમાં વિશ્ન ન આવે ત્યાં સુધી તે રાજમાર્ગની માફક જીવનગાડી પુરપાટ દોડતી જ જાય છે; પરંતુ વિઘ આવતાંની સાથે જ ગાડી એકદમ અટકી જાય છે ત્યારે વિચારશીલ ધમી જીવ તે માર્ગ કાઢીને જીવનગાડીને આગળ ચલાવી શકે છે, પણ અણસમજુની ગાડી તે ઘેચમાં જ ખુંચી જાય છે.
પીઠ અને મહાપીઠ જેવા મુનીશ્વરો પણ ગુરુવયે કથન કરેલા સાચા ગુણગાનને સમજી શકયા નહિ અને અવગણના કરી મિથ્યાત્વ પામી ગયા અર્થાત્ તેમની જીવન ગાડી તાત્વિક પરિણામના પુનિત પાટા ઉપરથી ઉતરીને સ્ત્રીવેદને બાંધી ગઈ. અગીયાર અંગને અભ્યાસી જમાલિ એક વિચારભેદમાં ભગવાનની સામે પડ્યો. કેવલીના કથનને સહી શક્યા નહિ અર્થાત કહેવા જ્ઞાની અજ્ઞાની થઈ ગયે. સમ્યકત્વ પામવા સહેલ છે પણ પાલન અવસરે ટકાવવા મુશ્કેલ છે.
પ્રતીતિપૂર્વકની ચિ, સ્પર્શન અને પાલન વિધનના અભાવ સુધી તે નભી શકે છે પરંતુ વિનને પ્રસંગ આવતાં જ ધમેલા સોનાને પૂળ ભેગું કરવામાં વિલંબ લાગતો નથી. આત્માના તાત્વિક પરિણામના સ્પર્શન અને પાલન વિના વગર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com