________________
શ્રીવદ્ધમાન તા મહાત્મ્ય.
તેમ તેમ પ્રવચન પ્રત્યેની મારી રુચિમાં વધારા થતા જ જાય છે; કારણ કે નિગ્રંથ પ્રવચનના એવા પૂનિત પ્રભાવ છે કે તેના સહવાસમાં આવેલાને શાસનસેવાના નવનવા અભિલાષા ઉત્પન્ન થયાં જ કરે છે. જઠરાગ્નિ ઉપર જામી ગયેલૈા મલ દૂર થવાથી જેમ સ્વાભાવિક રુચિ ઉત્પન્ન થાય છે તેમ પૈાલિક ભાવાના અર્થાત્ અર્થ અને કામની વાસનાઓને જે મલ ( અનાદિકાળથી આ આત્મા ઉપર જામી ગયેàા ) તે દૂર થવાથી નિથ પ્રવચનની સેવનાની રુચિ દિનપ્રતિદિન વધતી જાય છે. વૃદ્ધિ પામતી તત્ત્વત્રયીની રુચિના એ અજબ ચમત્કાર છે કે તે સિવાયના સર્વ પદાર્થો ઉપરની અરુચિમાં હરહમેશ વધારા થયા કરે છે.
७२
"
• બિનત્તાય રોરતે ધર્મ: ' જિનદત્તને ધર્મ રુચે છે, અર્થાત્ જિનદત્તના જીવનમાં એક ધર્મ જ રુચિકર છે. ધર્મ સિવાય ખીજું કાંઇપણ રૂચિકર નથી અર્થાત્ રુચતુ નથી. ધ જિનદત્તના જીવનમાં ધર્મસેવનના નવ-નવ અભિલાષ ઉત્પન્ન કરે છે એમ કહેવામાં, સમજવામાં કે માનવામાં કાંઇ પણ વાંધેા નથી.
સજ્ઞકથિત ધર્મોમાં જ એવી શક્તિ છે કે-જિનદત્તને ધર્મ કરવાના અભિલાષ ઉત્પન્ન કરે છે. અને જેમ જેમ ધર્મોનું સેવન કરતા જાય છે તેમ તેમ ધર્મસેવનના અભિલાષમાં વધારા થયા જ કરે છે. જ્યાંસુધી ક્ષાયક ભાવના સમ્યક્ત્વની પ્રાપ્તિ થતી નથી ત્યાંસુધી સમુદ્રના તરંગાની જેમ ભરતી– ટના તરગાને અનુભવવાં પડે છે. એમ કરતાં કરતાં જ્યારે ક્ષાયકભાવ પ્રાપ્ત થાય ત્યારપછી અભિલાષના તરંગાના અટપટી અનુભવ કરવાનુ` કા` બાકી રહેતું જ નથી. રુચિપદમાં વૃદ્ધિ પામતા આત્માને ક્ષણે ક્ષણે આત્મસાક્ષાત્કારના વાસ્તવિક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com