________________
૭૫
સ્પશન, પાલન અને અનુપાલનના પ્રસંગે. સીધા નભે જ જાય છે પણ પીઠ, મહાપીઠ, મરિચિ અને જમાલિ જેવો પ્રસંગ જ્યારે આપણે માટે ખડો થાય ત્યારે આપણું શું થશે તે વિચારવાની વાચકને ખાસ જરૂર છે.
મહાજ્ઞાનીઓ, મહાદાનેશ્વરીએ, મહાશિયલવન્તાઓ અને મહાતપસ્વીઓ આત્મિક શક્તિના વિકાસપૂર્વક આગળ વધ્યા છે અને વધે છે, વિન વગરના વર્ષો, મહિના, દિવસે અને કલાકોમાં સુંદર આરાધના કરી છે અને કરે છે, પરંતુ વિનાના વાદળોથી ઘેરાઈ જાય છે ત્યારે પુનિત પરિણામના પાટા ઉપર પુરપાટ દોડવાવાળી ધર્મમય જીવન ગાડીઓ કયાં અથડાઈ ગઈ અને કયા ખાડામાં પડી ગઈ તેને પત્તો લાગ્યો નથી અને લાગતું નથી એ આરાધકોને માટે ખાસ વિચારણીય વિષય છે!!!
અમોઘ આરાધનામાં પ્રવેશી ગયેલા આરાધકો આરાધક કક્ષામાં પહોંચી જવાને બદલે વિરાધક બનીને વિરાધનામાં ઉતરી જાય છે, આરાધકો આરાધના કરીને આરાધક બનવાને બદલે વિરાધના કરી વિરાધકો બન્યા અને બને છે, તે બધાનું મૂળ તપાસવામાં આવે તે તવત્રયીની વાસ્તવિક શ્રદ્ધા પ્રતીતિ-રુચિ-સ્પર્શન-પાલન અને અનુપાલનના પ્રસંગમાં સર્વજ્ઞ શાસનની નીતિ-રીતિએ ટકવું જોઈએ પણ ટકાયું નહિ તેથી આ પરિણામ આવ્યું.
અનુપમ શ્રદ્ધાની હાજરી વગર કહેવાતા જ્ઞાનીઓને જ્ઞાની માનવા જૈન શાસન તૈયાર નથી. અનુપમશ્રદ્ધાની હાજરી વગર કહેવાતા જ્ઞાનીઓનું જ્ઞાન પ્રમાણભૂત કરતું નથી. અનુપમશ્રદ્ધાની હાજરી વગર સંયમધારીઓને સંયમના સાચાં ફળ મળી શકતા નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com