________________
૧૯
છ પદની આવશ્યકતા
૨ શ્રદ્ધાને અ૫લાપ કરનારાઓ જ શ્રદ્ધાના ઉચ્છેદક છે. ૩ શ્રદ્ધાપૂર્વક સમજની ઉત્પત્તિ, ટકાવ, વૃદ્ધિ અને ફલ. ૪ શ્રદ્ધા-સુધાંનિધિમાં પ્રવેશ કરનારાઓને. ૫ શ્રદ્ધા અને પ્રતિતિનું પારમાર્થિક રહસ્ય. ૬ પ્રતિતિની પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની જરૂર
આ છએ પ્રકરણેનું વાંચન-મનન-પરિશીલન કર્યા પછી શ્રદ્ધાની અનિવાર્ય જરૂર છે, એ બીના સ્પષ્ટપણે સમજાઈ ગઈ હશે. જિનેશ્વર–દેવના શાસનમાં પ્રવેશ કરનારાઓને અને વ્રતનિયમ ઉશ્ચરનારાઓને સામાન્યત: પ્રથમ સમ્યકત્વ ઉશ્ચરાવાય છે. તે પ્રથમ શ્રદ્ધાનાં પદમાં પ્રવેશે છે એમ કહી શકાય છે. અથવા તો મિથ્યાત્વના ત્યાગ સાથે શ્રદ્ધાને પાઠ સ્વીકારવાને અંગીકાર કર્યો છે એમ પણ કહી શકાય છે. પરતુ સર્વજ્ઞકથિત પદાર્થની કિંમતને સમજ્યા વગર પ્રતિતિ પદમાં શ્રદ્ધાના સ્વીકારના રિવાજને અનુસરવાવાળા તે બધાએ પ્રવેશ કર્યો છે એમ માની શકાતું નથી.
શ્રદ્ધાપદની પ્રાપ્તિ સાથે પ્રતીતિપદની પ્રાપ્તિ થતી જ નથી એમ પણ નથી. તેવી જ રીતે પ્રતીતિપદની પ્રાપ્તિ સાથે ચિપદની પ્રાપ્તિ થતી જ નથી એમ પણ નથી, પરંતુ આ જીવને સર્વજ્ઞકથિત સમ્યકત્વ કેવું સ્પર્યું છે? વિવિધ પ્રકારના પ્રસંગે પ્રાપ્ત થતાં તેની સ્થિતિ નિશ્ચળ રહે છે કે ડગમગ થાય છે? તેવા પ્રસંગમાં જીવની વાસ્તવિક સ્થિતિનું દિગ્દર્શન કરવા માટે ઉપર જણાવેલ શ્રદ્ધા પ્રતીતિ અને રુચિનું સ્વરૂપ સમજવાની જરૂર છે. દર્શન મેહના જીવલેણ ભાવને તપાસવા માટે જ આ છ પદેનું અવલોકન કરવું જરૂરીનું છે. દર્શનમેહના વિનાશ વગર આત્યંતિક ચિભાવને સ્થિર કરી શકાતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com