________________
શ્રી વર્ધમાન તપે મહાગ્ય દશા થશે. કૃષ્ણ વાસુદેવને પ્રભાતનાં પુત્રીઓ નમન કરવા આવે છે. શ્રી કૃષ્ણ પ્રશ્ન પૂછે છે. રાણું બનવું છે કે દાસી ? પ્રશ્ન પૂછનાર પ્રશ્નના ઉત્તર સમજે છે; જવાબ આપનાર પુત્રી પ્રશ્નનો ઉત્તર દેવાને સમજે છે, પરંતુ ઉત્તર દીધા પછી રાણી અનાવવાને અમલ કેવો વિચિત્ર છે તે પુત્રી સમજતી નથી. આવી રીતે પ્રશ્ન પુછાતાં ગયાં અને પુત્રીઓ જવાબ દેતી ગઈ. જવાબ દેવાની સાથે શ્રી કૃષ્ણ ભગવન્ત નેમનાથ પાસે દીક્ષા અપાવી સાધ્વીઓ બનાવી. આ સ્થલે આજના વિષય-વિલાસિને શંકા થશે કે શ્રી કૃષ્ણ આ કૂટ પ્રશ્નન કરીને જુલ્મ કેમ ગુજારે છે? સમાધાનમાં સમજવું કે બાલ્યકાલમાં પોતાના હિતાહિતને પુત્રી નથી સમજતી તે શ્રી કૃષ્ણ સમજે છે. બીજી રીતિએ કહીએ તે ત્રણ ખંડમાં બધા રાજારાણુ અને મહારાણ મને સલામ ભરનાર છે જેથી જ્યાં પરણાવું ત્યાં દાસી મને, માટે આ એક જ સ્થાન એવું છે કે તે સ્વીકારે તો જ મારા માથાની શિરતાજ બને. એવું સ્થલ કયું ? ભગવાન નેમનાથજી. આથી જવાબ દેનારી પુત્રીઓને વંદન કરવા રોગ્ય સાધ્વીઓ બનાવીને પ્રશ્નના ઉત્તરને સાર્થક રીતિએ અમલ કર્યો. શ્રી કૃષ્ણ વિષયવિકારના-વિલાસના પૂરેપૂરા રસિક છે, છતાં પુત્ર-પુત્રીના હિતને સારી રીતે સમજતા હતા. આ રીતિએ કણની જેમ પિતાપણું સફલ કરનારા આજે હોય તે જૈનશાસનની અપૂર્વ જાહેરજલાલી થાય. આજ તે પરાયાં છોકરા અને છોકરીઓ દીક્ષિત થાય તે સારું થયું કહેવાતું નથી, કારણ કે કાગડાને મેઢે રામ હેય જ નહિં તેવી રીતે દુભવી આત્માઓને દીક્ષાની, દીક્ષા લેનારની, દીક્ષા દેનારની અને દીક્ષા દેવરાવનારની અનુમોદના આવતી નથી. હવે ચાલુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com