________________
પ્રતિતિની પરીક્ષા.
ગુણથી શરૂ થતા સર્વજ્ઞકથિત ધર્મ પ્રાપ્ત કરનારે પૂરેપૂરે ભાગ્યશાળી છે. તે ધર્મમાં ટકશે, વધારે કરશે તે જરૂર અલ્પકાળમાં સિદ્ધ સમાન સંપત્તિને ભેતા બનશે. એ માનવામાં શાસનના સાચા ઝવેરીઓને મુંઝવણ થતી નથી. પ્રતિતિમાં પૂરા પાવરધા બનેલ અને પ્રતિતિ પદમાં સ્થિર થયેલ આત્માઓજ રૂચિપદમાં પ્રવેશે છે, માટે પ્રતિતિ કરતાં રૂચિમાં શી વિશેષતા છે તે સમજીએ.
પ્રતિતિની પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની જરૂર
પ્રતિતિ કરતાં રૂચિમાં શી વિશેષતા છે તે સમજવા પહેલાં પ્રતિતિને પૂરેપૂરી પિછાણવાની જરૂર છે. એક ચીજની કિંમત સમજ્યા પછી બીજી ચીજની અધિક કિંમત સમજાય છે ત્યારે પ્રથમની ચીજને મૂકી દેવાય છે અને બીજી ધારેલા કિંમતી ચીજને પકડાય છે. જન્મેલું બાલક માતાની કમરમાં રહે છે અને રહેવા મથે છે. તે બાળકને માતા સર્વસ્વ સમજાય છે. ઘરના કાર્યમાં અવસરે જરાક કમરમાંથી નીચે મૂકે છે કે રેવાનું કામ શરૂ કરે છે. ફરી કમરમાં લે ત્યાં સુધી ૨ડ્યા જ કરે છે. બાલ્યકાલમાંથી જરાક આગલ વળે, નિશાલે બેઠો અને ભણતા શીખે પછી રમત-ગમત અને શેઠીયા પાછલ લીન થયેલે જણાય છે. પુત્રને જમવા અવસરે મા બુમરાણ કરે તે સાંભલતું નથી. કદાચ માની નજરે પડે તે સંતાવાને પ્રયત્ન કરે છે. કારણ કે રમત-ગમત અને મિત્રોની માનેલી કિંમત પાસે માનું બુમરાણ-માની મુંઝવણને ગણતે નથી, અર્થાત કિંમત વગરના ગણે છે. ભણીગણુને નિશાલે બેઠો, પછી પર એટલે માવડીમુખે, મિત્રમુખ, રમત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com