________________
૫૮
શ્રીવમાન પે મહ. આ ઉપરથી અનુપ શ્રદ્ધાના આવિર્ભાવમાં થયેલ કરણરૂચિતાને સમ્યકત્વ કહે છે. શ્રદ્ધારૂપી અમૃત-અમ્બનિધિમાં પ્રવેશ કરનારાઓને રૂચિપદ પ્રાપ્તિમાં કેટલાં વિડ્યો અને અંતરાય છે, મુશ્કેલી અને મહેનત છે તે વિચારવા આગલ વધીએ
શ્રદ્ધા અને પ્રતિતિનું પારમાર્થિક રહસ્ય શ્રદ્ધાના નામ માત્રથી શ્રદ્ધાપૂર્વક સમજ આવી ગઈ છે એ સમજતાં પહેલાં આ પ્રકરણનું વાંચન, મનન અને પરિશીલનપૂર્વક વિચારવું એગ્ય ગણાશે. કોર્ટમાં વાદી, પ્રતિવાદી, વાદીના સાક્ષીઓ અને પ્રતિવાદીના સાક્ષીએ. “ ઇશ્વર સાથે રાખી સાચું બોલીશ” આ વાક્ય અર્થાત આવા જ ભાવવાળાં વાયને ઉચ્ચારે છે. કેર્ટના પિંજરામાં ગંગા વિષ્ણુની મૂર્તિ, રામાયણ–ભારત આદિ લઈને ઈષ્ટદેવના સેગન ઉચ્ચારનારાઓને તે વચન બોલવા પૂરતી શ્રદ્ધા છે કે બેલાતા વચનના અર્થ પરમાર્થ ઉપર શ્રદ્ધા છે? કહેવું પડશે કે એવાં વચન ઉચ્ચારનારાઓને બોલવા પૂરતી શ્રદ્ધા છે. બેલવામાં અને આદરવામાં જમીન અને આભ જેટલું અંતર છે. સમજે છે કે કેર્ટના બારણે ચઢ્યા પછી કેટેના રિવાજ પ્રમાણે બેલવું પડશે. પરંતુ બેલવા માત્રથી સત્યજ બોલવું એમ નથી, એમ સમજીને જ બેસે છે. સાચું બોલવા બેસીશ તે કેસ હારી જઈશ, તેથી એવું સાવધાનીથી બોલવું કે જૂઠા હવાલે પણ સાંભલનારને સાચા સમજાય. આ એક પ્રસંગ નહિં પણ વેપારમાં લેવડદેવડમાં, કોલકરાર કરવા, કરાવવામાં, ઈન્કમટેક્ષની પતાવટમાં, ઝઘડાની પતાવટમાં અને સુલેહ-શાંતિની સમાધાની વિગેરેમાં લગભગ બોલવા પૂરતી શ્રદ્ધા અને વિશ્વાસ રહ્યા છે. પરંતુ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com