________________
શ્રી વર્ધમાન તપ મહાભ્ય હોય તે સ્થલે તે શ્રદ્ધા સમ્યકત્વ પ્રતીતિ રૂચિ વગેરેમાં ફરક માલુમ પડતો નથી. અર્થાત્ તે બધા શ્રદ્ધાના પર્યાયે છે, પરંતુ શબ્દના ભાવાર્થ અને તાત્વિક રહસ્યમાં ઉતરીએ છીએ ત્યારે તે એક જ સ્થલે વપરાયેલા શ્રદ્ધા–પ્રતીતિ-રૂચિ શબ્દની વહે ચણ કરવામાં મુંઝવણ ઊભી થાય છે. સૂત્રકાર ભગવંતે અલ્પાક્ષરમાં સૂત્રની રચના કરે છે. માત્રાદિ ઘટતી હોય ત્યાં વધારવાને આશય હોતું નથી, તે પછી શ્રદ્ધા-પ્રતિતિ-રૂચિ વિગેરે પર્યાયવાચક એક સરખા શબ્દો કેમ ગોઠવાઈ ગયાં હશે? આ શંકાના સમાધાનમાં સમજવાનું એ છે કે–એક જ સ્થલે ગોઠવાયેલાં આ શબ્દો પૂર્વના શબ્દો કરતાં પછીના ઉત્તરોત્તર વપરાચેલાં શબ્દો ચમત્કારવાળા તારતમ્યતા-દર્શક છે જ્યારે આપણે શ્રદ્ધા અને પ્રતિતિમાં કેટલું અંતર છે? પ્રતિતિ અને રૂચિમાં કેટલું અંતર છે? રૂચિ થયા પછી સમ્યકત્વનું સ્પર્શન, પાલન અને અનુપાલન શબ્દોની શી જરૂરીયાત અને વ્યવસ્થા છે ? આ બધું શંકા સમાધાન અને યુક્તિપૂર્વક વાંચન-મનન-પરિશીલનપૂર્વક સમજાશે ત્યારે વાંચનારને ખાત્રી થશે કે ક્રિયાના અમેઘ ફલરૂપ સુર–નરસંપત્તિઓ અને ફલરૂપ મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય છે. મેલવનારાઓ અનુક્રમે શ્રદ્ધા-પ્રતિતિ-રૂચિમાં આગલ વધીને સ્પર્શન-પાલન–અનુપાલનમાં કેવી રીતે ઉત્તીર્ણ થાય છે, થયા છે અને થશે એ બધે પ્રસંગ હવે પછીના પ્રકરણમાં વિસ્તારથી સમજાવવામાં આવશે.
શ્રદ્ધા અને રૂચિની તરતમતા અને અંતરનું દિગ્દર્શન શ્રી નવપદજીના નવે પદની ઢાલમાં છઠ્ઠા દર્શન પદની હાલમાં
ન્યાયાચાર્ય શ્રીમદ્દ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી જણાવે છે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com