________________
શ્રી વર્ધમાન તપે મહાભ્ય પિતાની પચાસ પચાસ વર્ષો સુધી રૂઢ કરેલી માન્યતાને મૂકવામાં લેશભર સંકેચ પામ્યા નહિ તો પછી આપણી બે પાંચ દશ વર્ષની માન્યતાને સમજવામાં અને સમજીને મૂકવામાં સંકોચ રાખવે તે ગાઢ મિથ્યાત્વનું જબરજસ્ત આવરણ છે, એ સમજવું મુશકેલ નથી. શ્રદ્ધાપૂર્વકની સમજ અગર શ્રદ્ધાપૂર્વકની સમજદારની નિશ્રાવગર જૈન શાસનમાં કેઇ સંસારસમુદ્રને પાર પામી શક્યું નથી, પાર પામી શકતો નથી, અને પાર પામી શકશે જ નહિં એ નિર્વિવાદ સિદ્ધાંત સર્વદા સ્વીકાર્યા વગર ચાલે તેમ નથી.
શ્રદ્ધા-સુધાભેનિધિમાં પ્રવેશ કરનારાઓને.
પાયા વગરનું મકાન ટકી શકતું નથી, પાયાની પૂર્ણ મજબૂતી વગર વાવાઝોડા અને વંટેલીઆના ઝપાટામાં સાત માળને મહેલ પણ અપ કાલમાં જમીનદોસ્ત થતે નજરે માલમ પડે છે. કાચા પાયાની કારીગરીવાળી ઈમારતમાં રહેનારાએને તે મકાન શાંતિ–આનંદ કે આરામ આપી શકતું નથી. મૂલી આવાલા ઝાડ અલ્પ સમયમાં પડી જાય છે, જે ઝાડના સડવા માંડેલા મૂલીઆ જમીનમાં ઊંડા ગયાં હતા નથી તે ઝાડ ઉપરથી ફલ-ફૂલ-પાંદડા-ડાલા-ડાલીઓની આશા રાખવી વ્યર્થ છે. આ બધાં પ્રસંગમાં અનુક્રમે પાયાની પૂર્ણ મજબૂતી અને જમીનમાં મૂલીઆની ઊંડી જમાવટ વગર લાભ લેનારાઓને લાભને બદલે નુકશાનની મુંઝવણ ઊભી કરે છે. તેવી રીતે ધર્મ મહેલની અને ધર્મ વૃક્ષની સહિસલામતી શ્રદ્ધારૂપ પાયા અને મૂલી ઉપર નિર્ભર છે. આ જ વાતને પ્રતિપાદન કરતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com