________________
શ્રીવર્ધમાન તપે મહાભ્ય. લક્ષ્યમાં રાખવાની જરૂર છે, કારણ કે મતિકલ્પનાના રે કારુણ્ય ભાવનાથી ભાવિત થયેલાઓને હાથે મહાઅનર્થ થવા સંભવ છે. તેથી જ ડગલે પગલે કારુણ્ય ભાવનાના ભાવિને જૈન શાસ્ત્રની નીતિરીતિને આશ્રય સર્વદા નજર સનમુખ રાખ ઘટે છે.
કેટલીક વાર અતિ કરુણાને લીધે કરવા જઈએ સીધું અને થઈ જાય અવળું. વ્યકિત, પદાર્થ, ક્ષેત્ર અને અવસર ઓળખીને કરુણ ભાવનાને અમલ કરવો જોઈએ. જગતમાં કેટલાંક કર્મવેદનામાં એવાં ફસાયાં હેય અને શુદ્ધ બુદ્ધિથી મદદ કરવા જનારો કમ ઓછા કરવા માટે મહેનત કરતો હોય છતાં તે મન્દ બુદ્ધિવાળે બિચારો મદદ કરનાર જીવ કમ ઓછા કરવાને બદલે તે દુઃખીને વધુ ને વધુ કર્મના કારમાં કારાગારમાં ઉતારી દે છે. આ જગ્યાએ અંકગણિતને એક કેયડે સમજવા જેવી છે. કેટલાક અંકનો ગુણાકાર કરીએ તો ફલ ગુણાકારનું આવે નહિ, અર્થાત ગુણને બદલે હાનિ થાય. દષ્ટાંત તરીકે ૧૦૦૦ એક હજારને ૧ એ ગુણીએ તે ૨૫૦ આવે. કર્યો ગુણાકાર અને ફલ આવ્યું ભાંગાકારનું. આના કરતાં તો હજારને ચારે ભાંગ્યા હોત તો ૨૫૦ અઢીસે ભાગાકાર આવત. આ ઉપરથી અપૂર્ણાંકને ગુણકાર એ ભાગાકારને ભાઈ છે. તેવી રીતે કરવા જાઓ ગુણ અને થઈ જાય હાનિ. કારુણ્ય ભાવના-ભાવિત આત્માઓથી લાભને બદલે નુકશાન ન જ થવું જોઈએ તે ખાસ લક્ષ્યમાં રાખવા જેવું છે. કારુણ્ય ભાવના દ્વારા લાભને બદલે નુકશાન થતું હેય અને થતાં નુકશાનને સમજી જવાય તે અથ આત્માએ મૌન ધારણ કરી ઉપેક્ષા અગર માધ્યસ્થ ભાવનામાં આવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com