________________
સમજ કરતાં સદ્દન અધિક કીંમતી.
દરદ શરૂ થયું. શરૂઆતમાં લેાભને લીધે, કાળજી ન રાખવાથી દરદ ઘર કરી ગયું'. કેટલાંએક હઠીલા દરદી અને રાજરગા આગલ પૈસાને પાણીની માફક ખર્ચ તે જ દવાદ્વારા રોગ રવાના થાય. આવી મહાન્ માંદગીમાં શેઠ ફસાયા અને મુંઝાયા. ઘરના છેકરાં ખરાં અને સગાંવહાલાંએ દવા અને વૈદ્ય એલાવવાની વાત કહે તા કહે કે-ઘડપણ છે એટલે નકામી દોડાદોડ કાણુ કરે ? અભિમાની શેઠ આમ સલાહ દેનારને જવાએથી ઉડાવવા લાગ્યા. શેઠ પૈસા ખરચવામાં હઠીલા થયા અને શેઠના શરીરમાંથી દરદ જવામાં હઠીલું બન્યુ. શરીર, અવયવા અને ઇંદ્રિયાના રગઢંગ બદલાઇ ગયા. પેટ પાતાલમાં પેઠુ અને હાડકાં ખડખડવા લાગ્યા. દંતપુરીના મંત્રીશ કિલ્લાઓ ક્રમે ક્રમે તૂટી પડયા. આંખા ઊંડી ગઇ અને કર્ણ - પુરી ઉજ્જડ થઇ ગઇ. બહાર ગામથી શેઠના મિત્ર વૈદ્ય આવી પહાંચ્યા. શેઠની હાલત દેખીને દયાળુ વઘે ઉપાય બતાવ્યા. વૈઘે દવાની ચીઠ્ઠી લખી આપીને કીધુ કે આ દવા સાથે જરા માલદાર ખારાક લાવે તેટલા ખાધા કરા અને આ તેલ લખી આપુ છું તે મનાવી રાજ માલીશ કરાવેા. વૈદ્ય રવાના થયા. સવારમાં ઉઠી રાજ દવાની અને ચીઠ્ઠીએ વાંચી જાય. દવાના અનુપાનના, તેલના અને વૈદ્યના વખાણ કરે અને ચીઠ્ઠી ગાદી નીચે દખાવે. એ ત્રણ મહિના થયા બાદ શેઠજીને ઉપાડવાની તૈયારી થઇ. ઘરનાં સગાંઓએ વૈદ્યને મેલાવ્યા અને વૈદ્યે પૂછ્યું તા શેઠ કહે કે-રાજ ત્રણ માસ સુધી તમારી દવા અને તેલની ચીઠ્ઠી ધ્યાનપૂર્વક વાંચી જાઉં છું, છતાં રાગ જતેા નથી. વૈદ્યને ખારીક તપાસ કરતાં માલૂમ પડ્યું કે દવાની ચીઠ્ઠીના પાઠ કરવાથી રાગ જતા હાય તા પછી દવા-અનુપાનની કડા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com