________________
શ્રદ્ધાની અનિવાર્ય જરૂર ક્રમે તે નિષણાતે પ્રત્યે શ્રદ્ધા હોવી જ જોઈએ. અમુક અમુક ક્રિયા કરનાર વ્યક્તિઓમાં તે તે ક્રિયાનું અજ્ઞાન હોય પરંતુ ક્રિયાના પ્રચારકો અને ઉપદેશકોને તે તેનું સાગપાંગ જ્ઞાન હોય છે. આ ઉપરથી પરમતારક ત્રિલોકનાથ તીર્થકર ભગવંતે ઉપદેશેલાં અનુષ્ઠાનનું અનુસરણ કરીને આપણે આપણું કલ્યાણ સાધી શકીએ છીએ. આથી સિદ્ધ થાય છે કે એક બીજાનાં જ્ઞાનને અનંતર અગર પરંપરાએ ફાયદો મળી શકે પરંતુ એક બીજાની ક્રિયાને લાભ એક બીજાને અનંતર પરંપરાએ નથીજ મલી શકતે. ક્રિયાને લાભ મેળવનારે ક્રિયા તે પોતે જ કરવી પડશે પરંતુ તે ક્રિયાનાં ગુણ-દોષનું જ્ઞાન હોય અગર ન હોય તેને પણ લાભ લે છે. અને તે ક્રિયાના ગુણદોષનું જ્ઞાન ન હોય તે પણ જ્ઞાની અગર જ્ઞાનીઓની પરંપરાએ આશ્રિત બનેલાએ ક્યિાના સુંદર લાભ હસ્તગત કરી શકે છે. અણસમજુ વર્ગને તે તે અનુષ્ઠાન દ્વારા ફલ પ્રાપ્ત કરવું હોય તે શ્રદ્ધાની અનિવાર્ય જરૂર છે. સર્વ સમજદારોમાં શિરોમણિ તીર્થકર આચાર્ય–ઉપાધ્યાય-શ્રમણભગવંતે પ્રત્યે અણસમજુ આત્માઓ વિશ્વાસુ નહિ બને તે તેઓના કથન દ્વારા કરાતાં અનુષ્ઠાન પ્રત્યે પણ શ્રદ્ધાળુઓ નહિ જ બને. શ્રદ્ધાળુઓ નહિ બન્યા હોય ત્યાં સુધી અનુષ્ઠાનની આરાધનાના અનુપમ અગમ્ય લાભ મેળવી શકશે જ નહિ તેથી જ અનુષ્ઠાનના ઉપદેશકો અને તેઓશ્રીએ ઉપદેશેલાં અનુષ્ઠાન પ્રત્યે જે અવિહડ-શ્રદ્ધાલુઓ હશે તેઓ જ તે અનુષ્ઠાનના અંતિમ સિદ્ધરૂપ ફલ પ્રાપ્ત કરી શકશે. નહિંતર શંકાશીલ બનીને અનુષ્ઠાનને તરછોડી અવલે માર્ગે ચડી જશે, તેથી શ્રદ્ધાને કે અર્થ વિચારીએ તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com