________________
શ્રી વર્ધમાન તપે મહાભ્ય રહસ્યવેત્તા શ્રી જિનભદ્ર ગણિ ક્ષમાશ્રમણનાં વચનો બારીકાઈથી અભ્યાસ કરે જરૂરી છે. આથી સ્પષ્ટ છે કે દર્શન-વંદનપૂજન-સત્કાર કે સન્માનની હરકોઈ ક્રિયા દ્રવ્ય રૂપ હોય તો પણ કરવામાં નુકશાન તે છે જ નહિ, પરંતુ દ્રવ્ય ક્રિયાના સંસ્કાર વૃદ્ધિ થતાં થતાં આત્મા માર્ગાભિમુખ બની આત્મ-કલ્યાણને રસ્તે ચઢી અમોઘ લાભ પ્રાપ્ત કરે છે. શ્રદ્ધા નહિ હોય તેને જ્ઞાન થવાનું નથી. શ્રદ્ધા હશે તેને અજ્ઞાનરૂપે જ્ઞાન થશે અને ટકશે. કહેવાતા જ્ઞાનીઓને શ્રદ્ધાનાં વિનાશભાવમાં વર્તતું જ્ઞાન અજ્ઞાન થાય છે. “જે વિણ નાણુ પ્રમાણ ન હોવે, ચારિત્ર તરુ નવિ ફળીઓ,
સુખ નિવણ ન જે વિણ લહીએ, સમ્યગ્ગદર્શન બળિઓ” -સમ્યગદર્શન પૂજા. ન્યાયાચાર્ય શ્રીમદ્દ યશોવિજયજી મહાપાધ્યાય
આ કથનમાં સમ્યગ્દર્શનના અભાવમાં જ્ઞાન પ્રમાણભૂત હોતું નથી. ચારિત્રનાં પુષ્પરૂપ કેવળજ્ઞાન અને ફળરૂપ મોક્ષ અર્થાત્ નિવણસુખ પ્રાપ્ત થઈ શક્તાં નથી માટે શ્રદ્ધાની અનિવાર્ય જરૂર છે. અજ્ઞાનીઓને સમ્યગ જ્ઞાની થવામાં અને સમ્યગ જ્ઞાનીઓને સમગ્ર ટકાવવામાં વધારવામાં અને ફળદાયક બનાવવામાં શ્રદ્ધાની અનિવાર્ય જરૂર છે. શ્રદ્ધાપૂર્વક સમજની ઉત્પતિ, ટકાવ, વૃદ્ધિ અને ફલ
જેનશાસને જ્ઞાનને જ્ઞાન તરીકે અગ્રપદ આપ્યું જ નથી, પરંતુ મેક્ષ ફલના અનિર્વચનીય-સાધન તરીકે જ સ્વીકારેલું છે. ધોતી, પહેરણ અને કોટ પહેરનારાઓએ સૂતરના તાણા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com