________________
શ્રી વર્ધમાન તપે મહાસ્ય પગ મૂકે, દેખતે માણસ અગ્નિ પર પગ મૂકે દેખતે માણસ સર્પના મોઢા ઉપર પગ મૂકે, તે કહેવું પડશે શું આંધલે છે? અર્થાત્ ઠપકાને પાત્ર ઠરે છે. પણ આંધલ પગ મૂકે અને દેખનાર દેખે તે દયા લાવી હાથ પકડી સન્માર્ગે ચઢાવી દેવાય છે. તેવી રીતે જ્ઞાનની પ્રાપ્તિ થયા પછી હેય=છાંડવા લાયક કાર્યો સમજાય નહિં અને છેડાય નહિં, ઉપાદેય=કાર્યો સમજાય નહિં અને સેવાય નહિ તે ઠપકાને પાત્ર બને તેમાં નવાઈ નથી. અરે એટલું જ નહિં પણ છેડવા લાયક છોડી શકે નહિ અને આદરવા લાયક આદરી શકે નહિ પણ સમજાય જ નહિં એ જ ખેદને વિષય છે.
શ્રદ્ધાપૂર્વકની સમજ આવ્યા પછી હેય-ઉપાદેયને વિવેક અને વિવેક અનુસાર યથાશક્તિ હય પદાર્થને ત્યાગ અને ઉપાદેય પદાર્થને સ્વીકાર કરવો જોઈએ. શ્રદ્ધાપૂર્વકની સમજ આવ્યા પછી વર્તન બનવું જ જોઈએ એવો નિરધાર કરીએ તે વાં શું છે? સમાધાનમાં સમજવું જરૂરી છે કે શ્રદ્ધાપૂર્વકની સમજ આવ્યા છતાં સદવર્તનનું સેવન થવું જ જોઈએ એ નિયમ નથી, કારણ કે નિયમ કરીએ તે જૈન શાસનમાં સમજ અને સવર્તનને કનારાં જૂદાં જુદાં કર્મો છે તે માનવામાં વાંધો આવશે. જ્ઞાનાવરણયના ક્ષપશમથી થવાવાળી જ્ઞાન=સમજ એ જૂદી ચીજ છે. તેમજ ચારિત્રાવરણયના ક્ષપશમથી થવાવાળી ચારિત્રસદવર્તન એ જૂદી ચીજ છે. પરંતુ એટલે નિયમ ચોક્કસ છે કે શ્રદ્ધાપૂર્વકની સમજવાલા ભલે સદવર્તનનું સેવન ન કરતા હોય છતાં સદ્દવર્તન પ્રત્યે, સદ્વર્તનના સેવન પ્રત્યે, સદવર્તનના સઘળા સાધને અને આગલ વધારનારાઓ પ્રત્યે બહુમાન હોય તો જ શ્રદ્ધાપૂર્વકની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com