________________
સમાજ કરતાં સવર્તન અધિક કીંમતી.
૩૯ છે. તેવી રીતે શ્રી જિનેશ્વર ભગવંતના કથનાનુસાર શાસનના સાચા સમજદાર આચાર્ય, ઉપાધ્યાય અને શ્રમણ ભગવંતના હાથમાં તમારું જીવન સુંપતા કેમ અચકાવે છે? જ્યાં સુધી આ આત્મા સર્વજ્ઞકથિત આત્મોન્નતિના સાચા માર્ગને મુસાફર નથી બનતે ત્યાં સુધી પચાશ, સાઠ અને સીતેર વર્ષના જેન મનુષ્ય પણ જૈન શાસનમાં બાલક છે. અને તેથી જ તેને માર્ગદર્શકની અવશ્યમેવ જરૂર છે. જિનેશ્વર ભગવંતે માર્ગ સ્થાપી ગયા છે અને સન્માર્ગનું સંચાલન શ્રમણ ભગવંતે કરી રહ્યા છે. ફકત આપણે તો તેઓની નિશ્રાએ રહી માર્ગનું અનુસરણ કરવાનું છે. અણસમજથી પણ તે માર્ગને અનુસરશે તે પણ કહેવાતા અણસમજુના દરેકે દરેક સદવર્તનમાં સર્વજ્ઞની સાચી સમજના મૂલ ઊંડાણમાં રહેલા છે માટે ન જાણે છતાં અવશ્યમેવ દાન, શિયળ અને તપધર્મનાં અનુષ્ઠાને આદરતા શીખે. સમજ ભાડે મળે છે પણ સદ્દવર્તન ભાડે મળતાં નથી
અમુક વસ્તુનું જ્ઞાન થાય કે ન થાય પરંતુ ક્રિયાનું પાલન કર્યું કે ફલ મલવાનું જ છે. ક્રિયા ફલ આપવામાં એટલી પાવરધી છે કે સમજીને કરી હોય કે સમજ્યા વગર કરી હોય તે ક્રિયા ફલદાયી છે. જ્ઞાન ઉપર જ ક્ષિાના ફલને આધાર હોય તે તમારે માનવું પડશે કે જ્યાં સુધી તે પદાર્થને પૂરો જ્ઞાની બને નહિ ત્યાં સુધી તેને ફલ મળવું જ ન જોઈએ. જે માણસને હિંસા અહિંસાનું જ્ઞાન ન હોય, હિંસાથી પાપ લાગે છે એ ખ્યાલ ન હોય તે તેવાને તમારા અભિપ્રાયે પાપ ન લાગવું જોઈએ. વાઘ-વરૂ-સિંહ આદિ શિકારી પશુઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com